વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ આલોકકુમારજી સામાજિક સમરસતા વિષય પરના એક કાર્યક્રમમાં ભાગ લેવા કર્ણાવતી પધાર્યા હતા. આ પ્રવાસ દરમ્યાનમાં કર્ણાવતી સ્થિત કાર્યલાય એક પત્રકારવાર્તાને સંબોધતા તેમણે ધર્માંતરણ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે હમણાં જ ધર્મસ્વતંત્રતા વિધેયક અનુસાર મધ્યપ્રદેશની જાબુવા કોર્ટે ખ્રિસ્તી મશીનરી સાથે જોડાયેલા 2 પદારીને લોભલાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં ૨ વર્ષની સજા ફટકારી છે. આ એક આવકારદાયક નિર્ણય છે.
ભવિષ્યમાં આવા નિર્ણયો દેશમાં લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા લોકોને લગામ લગાવશે. તેની સાથે તેમને ધર્માંતરણ કરાવનારાઓ સામે ચિમકી ઉચ્ચારી છે કે વિહિપ તમારી આ કાળી કરતુતોને નજરમાં રાખી રહ્યું છે સમય રહેતાં ચેતી જાઓ નહીં તો આનાં પરિણામ ગંભીર આવશે. વધુમાં ધર્માંતરીત લોકો પોતાનાં ધર્મમાં પાછા લાવવાં માટે પણ વિહિપ વિશેષ રીતે કાર્યશીલ છે.
વધુમાં અલોકજીએ દેશભરમાં બહુચર્ચિત વિષય યુ.સી.સી પર પોતાના વિચારો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’ ના વિચારને કેન્દ્રમાં રાખતા આ દેશમાં ધર્મને નામે અલગ અલગ કાયદા બનાવી સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનો ખુલ્લેઆમ પરવાનો ન આપી શકાય. ત્રીપલ તલાક, હલાલા, સ્ત્રીઓને પરિવારની મિલકતમાં હક્ક નહિ, ૪ પત્નીઓની છૂટ જેવા કાયદા, વિશ્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહેલા દેશને પણ પછાત દેશોની શૃંખલામાં મુકવા માટે પૂરતા છે. મુસ્લિમ સમાજે દેશના બંધારણ અને ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખી, જ્યારે સમાન સિવિલ કોડ લાગુ કરવાની વાત બંધારણના રચયિતાઓએ બંધારણની રચના વખતે જ લખી દીધી હોય ત્યારે, કોઈ પણ પ્રકારના વિવાદોમાં પડ્યા વિના સમાન સિવિલ કોડ નું સ્વાગત કરવું જોઈએ. આ કાયદા માટે વ્યાપકપણે સલાહ-સુચનો તેમજ તમામ ધર્મ અને સમુદાયનાં પરંપરાગત કાયદાઓમાંથી સકારાત્મક વાતો શોધવાની જરૂર છે. દેશનો લઘુમતિ સમાજ જો આમ કરવામાં નિષ્ફળ જશે તો રાષ્ટ્ર હિતમાં કેન્દ્રની સરકાર આ કાયદો અવશ્ય લાવશે તેઓ અમને પુર્ણ વિશ્વાસ છે.
આ ઉપરાંત આલોક કુમારજીએ આગામી જાન્યુઆરીમાં ભગવાન શ્રીરામલલા મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થવાના છે તે સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે આ પવિત્ર પ્રસંગે ભગવાન રામલલાનાં અભિષેક માટે દેશભરમાંથી પ્રત્યેક ગામ અને પવિત્ર નદીઓ અને દરિયા તથા ધાર્મિક મહાત્મ ધરાવતા જળાશયોમાંથી જલ એકત્ર કરીને અયોધ્યા મોકલી ભગવાનનો અભિષેક કરાશે. આ સંદર્ભના કાર્યક્રમો પણ પૂજ્ય સંતોની આગેવાનીમાં ઠેર ઠેર સામુહિક રીતે યોજાશે. સમગ્ર દેશ આ પવિત્ર ઘડીનો સાક્ષી બનવા માંગે છે, પરંતુ વર્તમાનમાં અયોધ્યાના મંદિર પરિસરમાં સૌનો સમાવેશ કરવો શક્ય નથી. દેશભરનાં લોકો આ વિશેષ ક્ષણના સાક્ષી બને તે માટે મોટા તીર્થસ્થાનોથી લઈને નાના, મોટા મઠ-મંદિર, ધાર્મિક સ્થાનોમાં અનુષ્ઠાન થાય સાથે સાથે લોકો આ પ્રસંગને મહોત્સવની જેમ ઉજવે તેવી જન ચેતના જગાડવાનું કાર્ય ગ્રામ સ્તર સુધી કરવામાં આવશે, તેમજ ભગવાન રામલાલની પ્રતિષ્ઠાનાં દર્શન લોકો પોત પોતાનાં સ્થાને કરી શકે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠેર ઠેર એલઈડી સ્ક્રીનના માધ્યમથી તથા લાઈવ પ્રસારણના માધ્યમથી લોકો આ પવિત્ર પ્રસંગના સાક્ષી બને તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ રામજન્મભુમિ આંદોલન સાથે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે જોડાયેલા કાર્યકર અને પરિવારોને પ્રાંતસહ વારાફરતી વિશેષ ટ્રેનનાં માધ્યમથી દર્શને પહોંચે તેવી યોજના છે.
અલોક કુમારજી પ્રેસને સંબોધતાં માહિતી આપી હતી કે આગામી કૃષ્ણ જન્માષ્ટમીથી વિશ્વ હિન્દુ પરિષદનું “ષષ્ઠી પૂર્તિ વર્ષ” શરૂ થવા જઈ રહ્યું છે. સંગઠનની સ્થાપનાના આ ૬૦માં વર્ષમાં વિહીપના કાર્યકર્તાઓએ હિંદુ સમાજ તથા ભારતમાતાની સેવાના પોતાના ઉદ્દેશ્યને અનેક ગણા વધુ પ્રયત્નોથી સિદ્ધ કરવા સંકલ્પ કર્યો છે. આ વર્ષે દેશભર પ્રત્યેક પ્રખંડ સ્તરથી શરૂ કરી જિલ્લા સ્તર સુધી બજરંગ દળ દ્વારા ભવ્ય શોર્યયાત્રાઓના આયોજન કરવામાં આવશે. દીપાવલી સમયે પ્રત્યેક વિસ્તારમાં સંતો દ્વારા સામાજિક સમરસતાના ઉદ્દેશ્યથી પદયાત્રાઓનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનમાં અભૂતપૂર્વ વધારો થશે અને ગુજરાતમાં વિહિપ ગ્રામ્ય સ્તરે એટલે કે પ્રત્યેક ખંડ સ્તરે સમિતિઓની રચના કરશે તેવી અપેક્ષા છે.