પાટણ જિલ્લામાં પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં ૭ મેના રોજ કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે મોકડ્રિલની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં પ્રભારી સચિવએ તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લઇ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
જિલ્લામાં સાયરનની યોગ્ય વ્યવસ્થા: પ્રભારી સચિવ મમતા વર્માએ જણાવ્યું કે જિલ્લા વિવિધ સ્થળોએ યોગ્ય માત્રામાં સાયરન વ્યવસ્થા કરવાની જરૂર છે. આ સાયરન સિસ્ટમ શંકાસ્પદ પરિસ્થિતિઓ દરમિયાન સમાન સંકેત આપવા અને લોકોને સૂચિત કરવા માટે જરૂરી છે.
બોર્ડર વિસ્તારમાં સતર્ક રહેવા ખાસ સૂચન: પાટણ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલા હોવાથી, સચિવશ્રીએ જણાવ્યું કે કેઝ્યુલ એપ્રોચ બિલકુલ ન રાખવી જોઈએ. સતર્કતા અને તૈયારીઓની કડક પાલના જરૂરી છે.
મોકડ્રિલની સફળતા: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શન મુજબ ૭ મે, ૨૦૨૫ના રોજ પાટણ જિલ્લાના પાંચ નગરપાલિકા વિસ્તાર, બોર્ડર પરના આઠ ગામો અને પાંચ વાઈટલ લોકેશન મળી કુલ ૧૮ સ્થળોએ મોકડ્રીલ યોજાઇ. તમામ સ્થળોએ મોકડ્રીલ સફળ રહી હતી અને નાગરિકો સ્વયંભૂ રીતે ભાગ લેનાર રહ્યા હતા. રાત્રિના બ્લેકઆઉટ મોકડ્રીલ દરમિયાન પણ નાગરિકોનો સારો સહકાર જોવા મળ્યો.
જિલ્લા વહીવટી તંત્રને બિરદાવતા મમતા વર્મા: મોકડ્રીલની સફળતા બાદ પ્રભારી સચિવશ્રીએ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી ટીમ પાટણને અભિનંદન પાઠવ્યા. તેમજ તેમણે એસ.ઓ.પી. તૈયાર કરવા અને તમામ કર્મચારીઓને ઇમરજન્સી ટ્રીનિંગ આપવા પણ સૂચના આપી.
ઇમરજન્સી સંસાધનો અને સુરક્ષા પર ભાર: બેઠક દરમિયાન પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના તમામ વિભાગોમાં મેનપાવર, ટેકનિકલ પોઝિશન, વાઇટલ લોકેશન, વોટર રિસોર્સિસ, પુરવઠા માટેના સુરક્ષિત સંગ્રહ અને આશ્રય સ્થાનોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
“ઇમરજન્સી ક્યારેય કહીને આવતી નથી, એટલે સતર્ક રહેવું અનિવાર્ય છે,” મમતા વર્માએ જણાવ્યું.
પ્રમુખ અધિકારીઓની હાજરી: સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, પોલીસ અધીક્ષક વી.કે નાયી, નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણા, અને જિલ્લા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.