ખાલિસ્તાની પોસ્ટરમાં ભારતીય રાજદૂતોના નામ હોવાના મુદ્દે વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ મુદ્દો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો નથી પરંતુ આતંકવાદનો છે. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારતીય રાજદૂતો, મિશન વિરુદ્ધ હિંસા ભડકાવવાના પોસ્ટરો અસ્વીકાર્ય છે. ભારતીય રાજદૂતોઓ, મિશનોની સુરક્ષા અમારી સરકાર માટે અત્યંત મહત્વની છે. અમારા રાજદ્વારીઓ, દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો સામે હિંસા અને ધમકીઓ આપવામાં આવી રહી છે.
#WATCH | MEA spokesperson Arindam Bagchi speaks on PM Modi's upcoming visit to France for Bastille Day celebrations pic.twitter.com/T2ipVXThsG
— ANI (@ANI) July 6, 2023
આટલા દેશો પાસેથી માંગ્યો જવાબ
બાગચીએ કહ્યું કે, અમે આ મુદ્દે તમામ સરકારો (ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, કેનેડા) સાથે વાત કરી છે. કેટલીક જગ્યાએ પ્રતિસાદ આવ્યો છે તો કેટલીક જગ્યાએ પ્રતિસાદ અપેક્ષિત છે.
આ મામલો અમારી સૌથી મોટી પ્રાથમિકતા
આ સાથે જ તેમણે કતારમાં અટકાયત કરાયેલા નૌસેના અધિકારીઓના મામલામાં પણ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આ મામલો અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. નૌકાદળના અધિકારીઓ સામેના આરોપોનું સ્વરૂપ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. અધિકારીઓના પરિવારજનોને આ મામલાની જાણ નિયમિત રીતે કરવામાં આવી રહી છે. આ સાથે MEAના પ્રવક્તા અરિંદમ બાગચીએ બેસ્ટિલ ડેની ઉજવણી માટે PM મોદીની ફ્રાન્સના આગામી પ્રવાસ વિષે પણ વાત કરી.