Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

શકિત સ્થાનક માંગલધામ ભગુડામાં પાટોત્સવ પર્વ અગાઉ સ્વયંસેવકોનું સન્માન

શકિત સ્થાનક માંગલધામ ભગુડામાં પાટોત્સવ પર્વ અગાઉ સ્વયંસેવકોનું સન્માન

શકિત સ્થાનક માંગલધામ ભગુડામાં પાટોત્સવ પર્વ અગાઉ સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું છે. અહીંયા ૫ હજારથી વધુ સ્વયંસેવકો જોડાયેલાં છે અને સેવા આપે છે.

ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક તીર્થ ભગુડામાં માંગલધામમાં ભાવિકો દૂર સુદુરથી આવતાં રહે છે અને સાત્વિક આસ્થા સાથે પોતાની મનોકામના પૂરી થયાનો રાજીપો વ્યક્ત કરતાં રહે છે.

માંગલધામનાં ૫ હજારથી વધુ સ્વયંસેવકો દિવસ રાત કેવળ સેવા ભાવથી જોડાયેલા છે અને ઉમદા સેવા આપે છે, તેમ સંસ્થાનાં પ્રમુખ માયાભાઈ આહિરે પત્રકારોને જણાવ્યું છે.

મહુવા પંથકનાં આ સ્વયં સેવકોનું અંહિયા ઉજવનાર પાટોત્સવ પ્રસંગે અગાઉ સન્માન કરવામાં આવ્યું છે, આ ઉપક્રમમાં જાણીતાં ઉદઘોષક માર્ગદર્શક મહેશભાઈ ગઢવી સાથે અગ્રણી કાર્યકર્તાઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

 

 

 

 

રિપોર્ટર -મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.