રાષ્ટ્રીય કક્ષાએ નદી સંદર્ભે જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા થઈ. સુરત ખાતે થયેલ મુલાકાતમાં જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાં હતાં.
સમગ્ર દેશમાં નદીઓનાં કામ સંદર્ભે તરુણ ભારત સંઘનાં વડા, જળ પુરુષ અને મેગ્સેસે પુરસ્કૃત રાજેન્દ્રસિંહજી કાર્યરત છે. ગુજરાતમાં પણ નદી નીતિ સંદર્ભે તેઓએ તાત્કાલિક મુખ્યમંત્રીઓ સાથે રજૂઆત અને ચર્ચા બેઠક કરેલ છે.
સુરત ખાતે રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા બાબતે ચર્ચા થઈ. આ વેળાએ દેશમાં આ અભિયાન તેજથી લાગુ કરવાં વાત થઈ. રાજેન્દ્રસિંહજીએ મહારાષ્ટ્રમાં જાનુયા નદીલા અભિયાન અંગે જાણકારી આપી અને આદર્શ નમૂનો હોવાનું ઉમેર્યું. તેઓએ આ પ્રક્રિયા સમગ્ર દેશમાં લાગુ કરવાં વાત કરી.
જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટિલે આ અંગે સંપૂર્ણ વિગતો આપવા માટે આગ્રહ કર્યો અને આ દિશામાં આગળ વધવા ખાતરી આપી. આ મુલાકાત વેળાએ અન્ય જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાં હતાં.
આ કામગીરીમાં સુમંત પાંડે, હસમુખ પટેલ તથા તરુણ પટેલ સંકલનમાં રહેનાર હોવાનું ગુજરાત જળ બિરાદરીનાં કાર્યકારી સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.