રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે. રાજ્યમાં 23 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે, જ્યારે આ દિવસે દેવઉઠી એકાદશી પણ છે. રાજસ્થાનમાં આ દિવસે લગ્ન મોટા પાયે થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં ચૂંટણીની આ જ કારણોના લીધે તારીખ બદલવામાં આવેની માગ થઈ રહી છે ત્યારે આ મુદ્દે ભાજપ ચૂંટણી પંચને તારીખ બદલવા માટે પત્ર લખશે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે મોટા પાયે લગ્નોથી મતદાનની ટકાવારી પર અસર પડી શકે છે.
મતદાનની તારીખ બદલવા કેમ ઉઠી માગ?
અગ્રણીઓનું માનવું છે કે ચાર મહિના પછી લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે. રાજકીય પક્ષોના ઉમેદવારો માટે મતદારોને મતદાન મથક સુધી લાવવું પણ એક મોટો પડકાર હશે કારણ કે લગ્નો માટે મોટાભાગના ટ્રાન્સપોર્ટ પહેલાથી જ બુક થઈ ગયા છે. જ્યારે રાજસ્થાનના ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓ પણ તેનો સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. ત્યારે હવે રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલાશે કે કેમ એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
મતદાનની ટકાવારીમાં થઈ શકે છે ઘટાડો
ચૂંટણીની તારીખને લઈને ભાજપના નેતાઓ ખાસ કરીને ઉમેદવારો ચીંતામાં જોવા મળી રહ્યા છે. ઉમેદવારો માને છે કે મોટાભાગના મતદારો અન્ય જિલ્લાઓ અથવા તો અન્ય રાજ્યોમાં લગ્નના કાર્યક્રમોમાં ભાગ લેવા જશે, આવી સ્થિતિમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થઈ શકે છે.જો કે ભાજપના કેટલાક નેતાઓનું કહેવું છે કે ચૂંટણી શુભ દિવસે અને શુભ સમયે યોજાશે. આવી સ્થિતિમાં, પક્ષ પછીથી નક્કી કરશે કે કેવી રીતે આગળ વધવું.
સ્વાભાવિક છે કે તમામ પ્રયાસો છતાં ઓછું મતદાન હંમેશા ચૂંટણી પંચ માટે મુશ્કેલીનું મોટું કારણ બને છે. આવી સ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયાને સમજ્યા બાદ રાજકીય પક્ષો તરફથી ચૂંટણીની પદ્ધતિઓ આગળ વધારવાની માંગ પણ શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે સોમવારે પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જાહેરાત મુજબ રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન થવાનું છે. સમગ્ર રાજ્યમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, બાકીના ચાર રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત સાથે જ ચૂંટણી રાજ્યો માટે આદર્શ આચારસંહિતા પણ અમલમાં આવી ગઈ છે.
પીએમ અને ચૂંટણી પંચને પત્ર
ભીલવાડાના હરિ સેવા ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર મહંત હંસારામે પણ મતદાનની તારીખ બદલવાની માંગ કરી છે. મહામંડલેશ્વર મહંત હંસારામે ચૂંટણી પંચ અને પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે દેવુથની એકાદશી 23 નવેમ્બરે છે, તેથી તારીખ બદલવી જોઈએ.