Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

સચિન લાજપોર સ્થિત નાનાવાડી રેસ્ટોરન્ટના માલિક ને કેમ સચીન પોલીસ મથકનો સ્ટાફ છાવરી રહ્યો છે?

સચિન લાજપોર સ્થિત નાનાવાડી રેસ્ટોરન્ટના માલિક ને કેમ સચીન પોલીસ મથકનો સ્ટાફ છાવરી રહ્યો છે?

લાજપોર સ્થિત આવેલ નાનાવાડી ચિકન હોટલ ના માલિક યુસુફ સુલેમાન વિરુદ્ધ કેમ પોલીસ તંત્ર કાર્યવાહી નથી કરી રહ્યું?

સચિન પોલીસ વિભાગે માત્ર ગૌવંશ વહેંચનાર અને ટેમ્પો ડ્રાઇવર વિરુદ્ધ જ કાર્યવાહી કરી હોટલના માલિક વિરુદ્ધ કાર્યવાહી ક્યારે!

શું સચિન પોલીસ સ્ટેશન ના અધિકારી અને હોટલ માલિક વચ્ચે શું ખીચડી રંધાણી?

નાનાવાડી ચિકન હોટલના માલિક યુસુફ સુલેમાનને પોલીસ મથકે લઈ જવામાં આવેલ હતો પરંતુ કાર્યવાહી કર્યા વગર કેમ છોડી મૂકવામાં આવ્યો તે પણ એક સવાલ ઉભો થાય છે?

લોકમુકે ચર્ચા રહ્યું છે કે યુસુફ સુલેમાન અને પોલીસ અધિકારી સાથે બંધ કવરમાં વહીવટ થયો અને કાર્યવાહી ન કરવાની ખીચડી રંધાઈ ગઈ?

સુરત ના સચિન સ્થિત નાનાવાડી ચીકન હોટલ ની વાડી વાળી ખુલ્લી જગ્યામાં માલિકને કેમ સાફ-સફાઈ કરવી પડી?

સચિન વિસ્તારમાં આવેલ નાનાવાડી ચીકન રેસ્ટોરન્ટ શંકા ના દાયરામાં!

ગણતરીના દિવસો પહેલા નાનાવાડી ચીકન રેસ્ટોરન્ટ ની વાડી માંથી બે જીવીત ગૌવંશ મળ્યા હતા.

નાનાવાડી ચિકન રેસ્ટોરન્ટના માલિક નો છોકરો ગૌવંશ સાથે પકડાયો હતો અને પોલીસ મથકે તેના ગુનો દાખલ પણ થયો હતો પરંતુ અધિકારીઓ કેમ કડક કાર્યવાહી કરતા નથી?

સુરતના ગૌરક્ષકોની એક જ માંગ છે કે તંત્ર આ હોટલ તેમજ હોટલ માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે કરશે?

સુરત જિલ્લા અને સીટી વિસ્તારમાં ગૌવંશ ની તસ્કરી હત્યા કે ગૌમાશ વેચવું મામુલી હોય તેવું દેખાઈ રહ્યું છે એવી જે ઘટના થોડા દિવસો પહેલા સુરતના સચિન પોલીસ સ્ટેશન મથકના કાર્યક્ષેત્ર વિસ્તારમાં બનવા પામી હતી જ્યાં લાજપોર સ્થિત આવેલા નાનાવાડી ચીકન રેસ્ટોરન્ટ ના માલિક/છોકરા દ્વારા ગૌ વંશની હત્યા કરવાના ઇરાદે પોતાની હોટલની પાછળના ભાગે આવેલી વાડીમાં થી જીવિત મળી આવ્યા હતા જે બાબતની જાણ ગૌરક્ષકો ને થતા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષકો અને સનાતન પ્રેમીઓ પોલીસને સાથે લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આ બાબતે સચિન પોલીસ મથક ની ટીમ અને ગૌરક્ષકો વાડી વારી ખુલ્લી જગ્યામાં તપાસ કરતા હતા ત્યારે ત્યાંથી ગૌવંશની હત્યાના પુરાવાઓ પણ મળ્યા હતા અને પશુઓની હત્યા કરવા ના ઓજારો પણ મળ્યા હતા. જેને લઇ ગૌરક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આ નાનાવાડી ચીકન હોટલ નો માલિક નોનવેજ ભોજન ની સાથે ગૌમાતા પણ પીરસી રહ્યો છે તેવામાં આજરોજ નવો વિવાદ સામે આવ્યો છે આ નાનાવાડી ચીકન હોટલની વાળી જગ્યા માંથી હોટલ માલિક દ્વારા ગૌવંશ ની હત્યાઓ ના પુરાવા નાશ કરવા માટે એકદમ સાફ-સફાઈ કરાવી નાખી છે અને હત્યા કરવા માટેના ઓજારો પણ ગુમ કરી દીધા છે હવે પોલીસ તંત્ર આ નાનાવાડી હોટલ માલિક અને પુરાવા નાશ કરવા માટેની ફરિયાદ દાખલ કરશે ખરા?

નાનાવાડી ચીકન હોટલ માલિક દ્વારા પુરાવા નાશ કરવા બાબતે અને હોટલ માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવા અને સચિન પોલીસ સ્ટેશન ના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે હિન્દૂ સંગઠનો – ગૌ રક્ષકો – ગૌ સેવકો – જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર શ્રીને ઉગ્ર રજૂઆત કરશે જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન પણ કરશે.

ગભરુ ભરવાડ (સુરત)

Filed under Surat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.