નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ રહેતી દારૂ ના ધંધા ની મહિલા બુટલેગર ગીતા ઠાકોરને નડિયાદ પશ્ચિમ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ રહેતી કુખ્યાત મહિલા બુટલેગર ગીતા ઠાકોર વિરુદ્ધ અનેક દારુબંધીના ગુના નોંધાયા હતા જેને લઈ નડિયાદ પોલીસ દ્વારા આ કુખ્યાત મહિલા બુટલેગર ગીતા ઠાકોર વિરુદ્ધની પાસા દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે જિલ્લા સમાહર્તા સમક્ષ મોકલી આપવામાં આવી હતી જે દરખાસ્ત પર જિલ્લા સમાહર્તા એ મંજૂરીની મહોર મારી હતી, જેના પગલે નડિયાદ પશ્ચિમ પોલીસે વિસ્તારની કુખ્યાત મહિલા બુટલેગર ગીતા ઠાકોર ની પાસા હેઠળ અટકાયત કર્યા પછી નડિયાદ પશ્ચિમ પોલીસે મહિલા બુટલેગરને પાસા હેઠળ જિલ્લા જેલ વડોદરા ખાતે મોકલી આપી છે.