નર્મદા જિલ્લામાં 24 ઉમેદવારો ની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે જેની સૌ કાર્યકરોમાં ઉસુકતા હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં બેઠક થઈ અને
ભાજપ ના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ માં બેઠક નવા પ્રમુખ ની જાહેરાત થઈ જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે બેઠક નીલ રાવ ની જાહેરાત કરવામાં આવી.
નર્મદા ભાજપ ને યુવા પ્રમુખ મળ્યા નીલ રાવ જિલ્લા મહામંત્રી હતા. જેમને જિલ્લા ભાજપ પ્રમુખ પદ મળ્યું એટલે સૌ ને સાથે રાખી ને જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં પણ ભાજપ બધી સીટો જીતશે એવા વિશ્વાસ સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું. ભાજપે યુવા નેતા તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ યુવા નીલ રાવ ની પસંદગી કરી છે.