યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ શાંતિ મંત્રણાઓ માટે તૈયાર હોવાનું જાહેર કર્યું છે. આ મંત્રણાઓ સાઉદી અરેબિયામાં યોજાશે, જ્યાં ઝેલેન્સ્કી અને તેમની ટીમ યુએસ અધિકારીઓ સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચર્ચા કરશે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, “યુક્રેનને શાંતિમાં સૌથી વધુ રસ છે.”
મહત્વપૂર્ણ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ જણાવ્યું છે કે જો જરૂરી પડશે તો તેઓ ઝેલેન્સ્કી સાથે મંત્રણા કરવા તૈયાર છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી હવે શાંતિ મંત્રણા માટે તૈયાર છે. આ માહિતી તેણે પોતે આપી છે. ઝેલેન્સકીની સંમતિ બાદ વાતચીતનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે અમેરિકા અને યુક્રેન પ્રથમ શાંતિ મંત્રણા માટે સાઉદી અરેબિયામાં ઔપચારિક રીતે સામસામે બેસશે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે વોશિંગ્ટનની ઓવલ ઓફિસમાં થયેલી વાતચીત સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ હવે ઝેલેન્સકી શાંતિ મંત્રણા માટે સંમત થયા છે.
ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન અને અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત આવતા સપ્તાહે સાઉદી અરેબિયામાં થશે. ઝેલેન્સકીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ સોમવારે સાઉદી અરેબિયા જશે અને તેમની ટીમ યુએસ અધિકારીઓ સાથે વાતચીત માટે ત્યાં રહેશે. તેણે કહ્યું, “હું રાજકુમારને મળવા સાઉદી અરેબિયા જઈ રહ્યો છું. ત્યારબાદ મારી ટીમ અમેરિકન ભાગીદારો સાથે કામ કરવા માટે સાઉદી અરેબિયામાં રહેશે. યુક્રેનને શાંતિમાં સૌથી વધુ રસ છે.