Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

નડિયાદ વિધાનસભાના આખડોલ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ૧૦ લાખના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ વિધાનસભાના આખડોલ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ૧૦ લાખના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

15 ઓગસ્ટ 2024 નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમના ભાગરૂપે નડિયાદ વિધાનસભાના આખડોલ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે રૂ. 10,00,000/- ના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં CHC કેન્દ્ર પાસેથી ગામના મોટા તળાવ તરફ ગટર લાઈનનું કામ ₹ 2,00,000/-, વાટા વિસ્તારમાં રતિલાલ સબુરભાઈ પરમારના ઘર પાસેથી જોગણી માતાના મંદિર તરફ ગટર લાઈનનું કામ ₹1,00,000 /-, મોટા ફળિયામાં પુનમભાઇ મંગળભાઈના ઘર પાસેથી કસ્બા તરફ ગટર લાઈનનું કામ ₹ 3,00,000/- વિગેરે કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું.

આ કાર્યક્રમમાં CHC કેન્દ્રના ગેટ થી બસ સ્ટેન્ડ તરફ બ્લોક પેવિંગનું કામ ₹1,00,000/-, ખાનકૂવા વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે બ્લોક પેવિંગનું કામ 1,00,000, મોટી નહેરની બાજુમાં શંકરભાઈ પરમારના ઘર પાસે બ્લોક પેવિગનું કામ 1,00,000, એગોરિયા વિસ્તારમાં ધુળાભાઈ હેમાભાઈના ઘર પાસે બ્લોક પેવિંગ નું કામ ₹1,00,000/- વિગેરે કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું.

આ કાર્યક્રમ ખાતે સરપંચ ગજરાબેન, ડે.સરપંચ અજયભાઈ, પૂ.જી.પંચાયત સભ્ય મીનાબેન, APMC ડિરેક્ટર પ્રફુલભાઈ, અગ્રણી બુધાભાઇ, જીણાભાઇ, રાયસિંઘભાઈ, તાલુકા વિકાસ અધિકારી કરનભાઈ પટેલ, પંચાયતના સભ્યો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.