Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ખેડા જિલ્લાના ઠાસરા નજીક શેઢી શાખા કેનાલમાં નહાવા પડેલ ૮ પૈકી ૧ યુવક તણાતા લાપતા

ખેડા જિલ્લાના ઠાસરા નજીક શેઢી શાખા કેનાલમાં નહાવા પડેલ ૮ પૈકી ૧ યુવક તણાતા લાપતા

ખેડા જિલ્લાના ઠાસરા શેઢી શાખા મહી કેનાલમાં મૃત્યુની વિધી પૂર્ણ કરીને કેનાલમાં નહાવા પડેલાં 8 યુવકો પૈકી એક યુવક ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી, જે બાદ ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી, દરમિયાન ટીમે સ્થળ પર પહોંચી જઇને હાલમાં યુવકની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઠાસરા શેઢી શાખા મહી કેનાલમાં બુધવારે બપોરના સમયે મરણ વિધી પૂર્ણ કર્યા બાદ સુરેશભાઈ હિતેશભાઈ ઓડ, કિશનભાઈ રંગીતભાઈ ઓડ, હિતેશભાઈ ધર્મેશભાઈ ઓડ, ધર્મેશભાઈ શૈલેષભાઇ ઓડ, રાહુલભાઈ ઓડ,વિજયભાઈ મહેશભાઈ પરમાર, શૈલેષભાઇ ઘનશ્યામભાઈ ઓડ અને જયેશભાઇ મુકેશભાઈ ઓડ (ઉં.વ. 18) (તમામ રહે. ઠાસરા) કેનાલમાં ન્હાવા પડ્યા હતા. જે દરમિયાન જયેશભાઇ મુકેશભાઈ ઓડ પાણીમાં ડૂબવા લાગતાં સાથેના લોકોએ બૂમાબૂમ કરી હતી અને આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જોકે, જયેશનો પત્તો ન લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.