દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો. વોક વે ગાર્ડન પીજ કેનાલ, પીજ રોડ,નડિયાદ મુકામે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન ખુલ્લું મૂકાયું હતું.
આ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તાની બાગડોર સંભાળી ત્યારથી રાજ્ય અને રાષ્ટ્રએ વિકાસના અનેક સોપાન સર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન 17મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટો.સુધી સેવા પાંખવાડિયું ઉજવાઈ રહ્યું છે. ત્યારે તેમના વ્યક્તિત્વ અને તેમની સરકારની સિદ્ધિઓને રજૂ કરતી આ પ્રદર્શની નડિયાદના નગરજનો માટે અહીં ખુલ્લી મુકાઈ છે.જેનો નડિયાદના નગરજનો મોટી સંખ્યામાં નિહાળી લાભ લે તેવી અપીલ કરી હતી.












