ખેડા જિલ્લા પોલીસે નડિયાદ શહેર અને કાલસર ગામે છાપો મારી જુગાર રમતા ૧૧ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. ૮૨૨૦ કબજે લઈ તમામ વિરૂપ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ પોલીસે મળેલ બાતમીને આધારિત જવાહર નગર ફાટક ડબ્બાવાસ પાછળ આરસીસી રોડ ઉપર છાપો માર્યો હતો ત્યારે પાના પત્તા ઉપર જુગાર રમી રહેલા જીગરભાઈ રાવજીભાઈ કિરણભાઈ ભારીઓ સુરેશભાઈ સોલંકી અને ચંદ્રેશ ચંદુભાઈ વિનુભાઈ લાખાણી પકડાઈ ગયા હતા પોલીસે તેમની પાસેથી પાના પત્તા અને રોકડા રૂ.૭૫૦ કબજે લીધા હતા. ડાકોર પોલીસ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં નીકળી હતી આ દરમિયાન બાતમી મળતા તેમણે કાલસર ગામે સરદાર પટેલ હાઇસ્કૂલ ની પાછળ કુરેશી ફળી હવામાં રહેતા સલીમમીયા કાસમિયા મલેકના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં છાપો માર્યો હતો. ત્યારે પાના પત્તા ઉપર જુગાર રમી રહેલા સલીમમયા મલેક, નબીમિયાં ઈશામિયા શેખ, આકાશકુમાર સુરેશભાઈ બારોટ, અક્રમભાઈ આરીફખાન પઠાણ, ઈશાદમિયા ઉઠે તીખી ઈસ્માઈલમિયા મલેક, મુસ્તકીમ સત્તારમીયા ગોહિલ, અહેસાનમિયા મયુદીન મલેક અને નાસીરમીયા ઉમરાવમીયા પઠાણ પકડાઈ ગયા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૭,૪૭૦ કબજે લીધા હતા. અને તેમના વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો.