તારીખ ૨૨/૪/૨૦૨૫ ના રોજ શ્રી સંતરામ ઇંગ્લિશ /મીડીયમ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શ્રી સંતરામ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના ૧૬ સ્કાઉટ એન્ડ ગાઈડ ના વિદ્યાર્થીઓ તથા શ્રી સંતરામ ગુજરાતી માધ્યમ વિદ્યાલયના સ્કાઉટ એન્ડ ગાઈડ ના ૧૬ વિદ્યાર્થીઓને રાજ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા કલેક્ટર તથા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.