27 વર્ષની લાંબી રાહ અને સંઘર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી લીધી છે. પાર્ટીએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે. રેખા ગુપ્તા-વૈશ્ય સમુદાયથી આવે છે, જે એક મુખ્ય વેપારી વર્ગ છે. વેપારી સમુદાય લાંબા સમયથી ભાજપની એક મજબૂત અને વિશ્વસનીય વોટ બેન્ક રહી છે. રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાથી આ જોડાણને વધુ મજબૂત કરવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
1. આસામ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અસમિયા બ્રાહ્મણ જાતિથી આવે છે, ખાસ કરીને સરમા સમુદાયથી. 10 મે 2021 એ હિમંતા બિસ્વા સરમાએ આસામના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. હિમંતાથી પહેલા સર્બાનંદ સોનોવાલ આસામના સીએમ હતાં.
2. અરૂણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ મોનપા જનજાતિથી સંબંધ ધરાવે છે. જે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં વસે છે. મોનપા જનજાતિ પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતી છે. જેમાં તહેવાર, પારંપરિક નૃત્ય રૂપ અને અનોખા અનુષ્ઠાન સામેલ છે. 2016માં પેમા ખાંડુએ નબામ તુકી બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં.
3. છત્તીસગઢ
છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય છે, જે કંવર સમુદાયથી આવે છે. આ અનુસૂચિત જનજાતિમાં સામેલ છે. કંવર સમુદાય મુખ્યરીતે છત્તીસગઢના ઉત્તરી ભાગમાં જોવા મળે છે, ખાસ કરીને સરગુજા વિભાગમાં આ સમુદાયના લોકો ખૂબ છે.
4. ગોવા
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સામંત મરાઠા રાજકારણમાં એક મુખ્ય રાજનેતા છે, તે મરાઠા જાતિ સાથે સંબંધ ધરાવે છે. જે રાજ્યમાં એક મુખ્ય સમુદાય છે.
5. ગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતી કડવા પાટીદાર સમુદાયથી આવે છે. પાટીદાર ગુજરાતમાં એક મુખ્ય જાતિ છે, જે રાજ્યની અર્થવ્યવસ્થા, રાજકારણ અને સંસ્કૃતિમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન માટે જાણીતાં છે.
6. હરિયાણા
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની છે, જે સૈની સમુદાયથી આવે છે. આ સમુદાય અન્ય પછાત વર્ગ (OBC) માં સામેલ છે. સીએમ નાયબ સિંહ સૈનીનો પરિવાર મૂળ રીતે કુરુક્ષેત્રના મંગોલી જટ્ટન ગામ સાથે સંબંધ ધરાવે છે, પરંતુ તે ઘણા વર્ષ પહેલા અંબાલા જિલ્લાના મિર્જાપુરમાં જતા રહ્યાં હતાં.
7. મધ્ય પ્રદેશ
દેશનું દિલ કહેવાતાં મધ્ય પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવ છે જે યાદવ સમુદાયથી આવે છે. આ સમુદાય અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણીમાં સામેલ છે. મોહન યાદવના પરિવારનું રાજકારણ અને સમાજ સેવામાં મજબૂત બેકગ્રાઉન્ડ છે. તેમના પિતા પૂનમચંદ યાદવ પોતાના સમુદાયના મુખ્ય વ્યક્તિ હતા અને તેમની માતા દિવંગત લીલાબાઈ યાદવ ગૃહિણી હતાં.
8. મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, જે બ્રાહ્મણ જાતિથી સંબંધ ધરાવે છે. ફડણવીસના પરિવારના રાજકારણમાં મજબૂત બેકગ્રાઉન્ડ છે. તેમના પિતા ગંગાધરરાવ ફડણવીસ એક મુખ્ય રાજકારણી અને નાગપુરથી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે.
9. ઓડિશા
ઓડિશાના 15માં મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સંથાલ આદિવાસી સમુદાયથી આવે છે, જે અનુસૂચિત જનજાતિ (એસટી) માં સામેલ છે. 6 જાન્યુઆરી 1972 એ ઓડિશાના ક્યોંઝર જિલ્લાના રાયકલામાં જન્મેલા માઝીનું સૂબેના રાજકારણમાં પ્રમુખતાથી ઉભરવું સંથાલ સમુદાય માટે એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. તેમણે 1997માં ભાજપની રાજ્ય એકમની આદિવાસી શાખાના સચિવનું પદ પણ સંભાળ્યું હતું.
10. રાજસ્થાન
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બ્રાહ્મણ સમુદાયથી આવે છે, જે એક મુખ્ય સમુદાય છે. ભજનલાલ શર્માનો પરિવાર એક સાધારણ બેકગ્રાઉન્ડ વાળો છે. તેમના પિતા કિશન સ્વરૂપ શર્મા ખેડૂત હતાં અને તેમના માતા ગોમતી દેવી એક ગૃહિણી છે.
11. ત્રિપુરા
ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા વૈશ્ય સમુદાયથી આવે છે. જે સામાન્ય વર્ગમાં સામેલ છે.
12. ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, જે ક્ષત્રિય (ઠાકુર) સમુદાયથી આવે છે. 5 જૂન 1972એ ઉત્તરાખંડના પૌડી ગઢવાલના પંચૂરમાં જન્મેલા અજય સિંહ બિષ્ટ (યોગી આદિત્યનાથ)નું ભારતીય રાજકારણમાં કદ તેમની મજબૂત હિંદુત્વ વિચારધારા અને ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રભાવશાળી નેતૃત્ત્વના કારણે વધ્યું છે.
13. ઉત્તરાખંડ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી છે, જે કુમાઉંની રાજપૂત (ઠાકુર) જાતિથી સંબંધ ધરાવે છે. ધામીના પરિવારનું બેકગ્રાઉન્ડ સાધારણ છે. તેમના પિતા શેર સિંહ ધામી એક સેવાનિવૃત્ત સેના અધિકારી હતાં, જે સૂબેદારના પદ પર કાર્યરત હતાં અને તેમની માતા વિષ્ણ દેવી એક ગૃહિણી છે. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પિથૌરાગઢમાં પૂરુ કર્યું અને બાદમાં ખટીમાના નાગલા તરાઈ ભાબર જતાં રહ્યાં. ધામીએ લખનૌ યુનિવર્સિટીથી એલએલબીની ડિગ્રી મેળવી.
જાતીય સમીકરણનો પ્રભાવ
ભાજપ તરફથી અલગ-અલગ જાતીય જૂથોને મુખ્યમંત્રી પદ આપવાથી એ સ્પષ્ટ થાય છે કે પાર્ટીએ જાતીય સંતુલનને ધ્યાનમાં રાખતાં પોતાની રણનીતિ તૈયાર કરી છે. ખાસ કરીને ઓબીસી, એસટી અને બ્રાહ્મણ સમુદાયોને પ્રતિનિધિત્વ આપીને પાર્ટીએ વિભિન્ન સામાજિક જૂથોને સાધવાનો પ્રયત્ન કર્યો છે.