Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં

નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.

નડિયાદ વ્હોરવાડ વિસ્તાર માં 3 માળ નું મકાન તૂટી પડ્યું, આ ઘટના જાહેર રસ્તાની બાજુ માં જ બની હતી, જોકે વહેલી સવારે ઘટના બનતા સદ નસીબે જાન હાની થઈ નહોતી. પરંતુ મકાનમાં રાખેલો સામાન દબાઈ જતા માલિક ને નુકશાન થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આસપાસ ના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.