Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

નડિયાદ : ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

નડિયાદ : ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં આવેલ ફ્લેટ કે જે આઠ માળનો છે તેના ચોથા માળેથી એક ભારતી નામની 24 વર્ષ યુવતી કે જે તેના પતિ રાજ જોડે રહેતી હતી તેણે અચાનક જ ગઈકાલે સાંજે સોમવારે ચોથા માળેથી નીચે પડતું મૂક્યું અને પોતાનું જીવન ટૂંકાવ્યું હવે આત્મહત્યા શા માટે કરી છે ? એની પાછળનું કારણ શું છે ? તે આખી બાબત પોલીસ તપાસ અને ડોક્ટરના મેડિકલ સર્ટિફિકેટ પરથી જાણવા મળશે સમયે 108 આવી ગઈ હતી પોલીસ દળ પર પોંહચી અને પંચનામુ કરીને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.