નડિયાદ રૂડસેટ સંસ્થા દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સહયોગથી બેરોજગાર યુવાન-યુવતીઓને 30 દિવસની એસી અને ફ્રિજ રિપેરિંગની નિશુલ્ક તાલીમ આપવામાં આવી. જેમાં ખેડા જિલ્લાના 30 બેરોજગાર બી.પી.એલ યુવાનોએ સફળતા પૂર્વક તાલીમમાં ભાગ લીધો હતો. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના નિયામક અજયકુમાર પાઠકે જણાવ્યુ કે, સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 21,728 બેરોજગાર યુવક/યુવતીઓને વિવિધ કૌશલ્ય તાલીમ જેવીકે મોબાઇલ રિપેરિંગ, એ.સી. ફ્રિજ રિપેરિંગ, વાયરિંગ, શિવનકામ ,કોમ્પ્યુટર ડી.ટી.પી., બ્યુટી પાર્લર, વિગેરે તાલીમ આપવામાં આવી છે. જેમાંથી 16,385 તાલીમાર્થીઓ વ્યવસાય ચાલુ કરી પગભર થયા છે.
આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે કેનેરા બેન્ક, રીજનલ ઓફિસ, વડોદરાથી A.G.M. શરતચંદ્ર ભોઈ અને રૂડસેટ સંસ્થાના નિયામક મનહર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.