નડિયાદ શહેરમાં મિલરોડ સર્કલ ઉપર પરોઢીએ યુવકને કરંટ લાગવાની ઘટના બનવા પામી છે, જે ઘટનામાં વધારે ઈજાઓ પહોંચતા યુવકનું મોત થવા પામેલ છે.
શહેરના મિલ રોડ સર્કલ ઉપર ચા પાણી કર્યા બાદ આધેડ બેઠા હતા અને ત્યાજ ઉપર સીસીટીવી કેમેરા ના થાંભલામાંથી કરંટ ઉતર્યો અને આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કરંટ એટલો તો જોરદાર હતો કે આ યુવકની ચામડી પણ વાયર સાથે ચોંટી ગઈ હતી, મૃતક યુવકને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
કઠલાલ, કપડવંજ તરફનું બસ સ્ટોપેજ છે આ સર્કલ ઉપર ત્યાં સ્કુલ અને કોલેજ જતા વિધાર્થીઓ, નોકરિયાતો મોટી સંખ્યામાં અહીં ઉભા રહે છે.