Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડીયાદ સંતરામ ભાગોળમાં બંધ મકાનમાં જુગારનો અખાડો ચલાવતા ૮ ઇસમો ઝડપાયા

નડીયાદ સંતરામ ભાગોળમાં બંધ મકાનમાં જુગારનો અખાડો ચલાવતા ૮ ઇસમો ઝડપાયા

પોલીસ અધિક્ષક ખેડા- નડિયાદ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે દરમ્યાનના માર્ગદર્શન હેઠળ એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ પ્રોહિ-જુગારના વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના કરેલ.

દરમ્યાન નડીયાદ ટાઉન પો.સ્ટેશન સર્વેલન્સ પો.સબ.ઇન્સ. આર.એચ.દેસાઈ તથા સ્ટાફના પો. માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અહેડકો નાઓને મળેલ બાતમી હકીકત મળેલ કે “નડીયાદ સંતરામ ભાગોળ, ગ્લોબ સીનેમાની પાછળ હરીજનવાસમાં રહેતો પ્રમોદભાઇ ઉર્ફે ડાકુ ધીરજભાઇ સોલંકી નાઓ પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી પોતાના રહેણાંક મકાનમાં પ્રથમ માળે ચોરી છુપીથી પત્તાપાનાનો પૈસાથી હારજીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે.”

જે બાતમી હકિકત આધારે સદર બાતમીવાળા ઇસમના ઘરે રેઇડ કરતા તેના ઘરમાંથી બીજા માળેથી બાતમીમાં જણાવેલ ઇસમ સાથે કુલ ૮ ઇસમો જુગારના પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા મળી આવેલ જેઓની અંગજડતી માંથી તથા દાવ ઉપરથી કુલ રોકડ રૂપિયા ૩૫૫૨૦/- તથા મોબાઇલ ફોન નંગ ૪ તથા જુગારના સાધનો મળી કુલ રૂ. ૫૫૫૨૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરહ મળી આવેલ ઇસમો વિરુધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.