Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી બાંગલાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન્દુઓના ઘર, મંદિર, ધાર્મિક શ્રધ્ધા કેન્દ્રો વગેરેને તોડફોડ અને આગ જનની તથા હિંદુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિંન્દુઓ ઉપર થઈ રહેલા જેહાદી રાક્ષસી હુમલા તથા ભીષણ અત્યાચારથી વિશ્વભરના હિન્દુઓમાં તીવ્ર રોપ છે. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ આ રાક્ષસી હિંસાને ઘોર ક્રૂરતાની સખત શબદોમાં નિંદા કરી વખોડે છે. બાંગ્લાદેશના હિન્દુઓએ પણ ઢાકામાં મોટી સંખ્યામાં દેખાવો કરીને વર્તમાન શાશન માટે અલ્પસંખ્યકોની રક્ષા માટે અયોગ બનાવવાની માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને માનવ અધિકાર પંચને અપીલ કરે છે કે બાંગલાદેશના લઘુમતિ હિન્દુઓની સલામતી નિશ્ચત કરે તથા તેના ઉપર થઈ રહેલા ભીષણ અત્યાચાર વિરુધ્ધ તીવ્ર વિરોધ પ્રગટ કરવા કાર્યરત બને. વધુ માં જણાવ્યું હતું કે ખેદ સાથે કહેવું પડે કે બાંગલાદેશમાં ૫૦ વર્ષ પહેલા ૩૨% હિન્દુઓ હતા જે આજે ઘટતા ઘટતા ફક્ત ૮% (આઠ) જેટલા જ રહ્યા છે. આ આઠ ટકા પણ હત્યા-હિંસા અને અત્યાચારનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિ ભયાવહ અને ચિંતાજનક છે.

અખિલ ભારતીય સંત સમિતિ ભારત સરકારને આગ્રહ કર્યો છે કે બાંગલાદેશના હિન્દુઓની સુરક્ષા માટે ભારત સરકાર ત્વરીત પગલાં ભરે તથા સરહદ પર શરણાર્થી બનેલા હિન્દુઓ માટે આશ્રય અને નિભાવ માટે ઉચીત કાર્યવાહી કરે.

આ પત્રકાર પરિષદમાં પ.પૂજ્ય શ્રી જગતગુરુ અવિચલદેવાચાર્ય મહારાજ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ, પ.પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ, અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંયોજક, પ.પૂજ્ય શ્રી મોહનદાસ મહારાજ કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ, રાજનભાઈ ત્રિપાઠી અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના ગુજરાત તેમજ હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

બાઈટ -પ.પૂ શ્રીઅવિચલ દાસ દેવાચાર્ય મહારાજ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ

બાઈટ પ.પૂ શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર અમદાવાદ

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.