ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચાર્જ સોસાયટી દ્વારા 20/7/23 ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં રાજ્યના 13 જી એમ આર એસ મેડિકલ કોલેજની ફીનો વધારો જેમાં સરકારના કોટામાં 3.30 લાખ તી વધીને 5.50 લાખ મેનેજમેન્ટ કોટામાં 9લાખ થી 17 લાખ કરવામાં આવેલ છે સરકાર દ્વારા જીએમઆરએસ થકી વિદ્યાર્થીને સુલભ શિક્ષણ ઉપલબ્ધ કરવા રચના કરવામાં આવેલ છે ત્યારે સરકારી કોટામાં 66.66 % ને મેનેજમેન્ટ માં 88.88% ટેકાનો ફી વધારો કેટલું વ્યાજબી છે? એક જ શૈક્ષણિક વર્ષમાં વધારો યોગ્ય અને વિદ્યાર્થીના હિત નો જણાતો નથી.
ગુજરાતની 13 જીએમઆરએસ જે જિલ્લાઓમાં આવેલ છે તેના વિદ્યાર્થીઓ પાસે લગભગ બીજી કોઈ સરકારી તબીબો કોલેજ આવેલ નથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જીએમઆરએસ કોલેજ ના આધારે પોતાના ભાવિક શિક્ષણ જોઈ રહ્યા હતા પરંતુ આ એક પરિપત્રમાં થી ફી માં આટલો વધારો કરવો એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય છે જેથી તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનો રાજ્ય દેશ છોડી બીજા રાજ્ય દેશ માં મેડિકલની શિક્ષણ પ્રાપ્ત કરવા મજબૂર થવું પડ્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટરૂપ માંગ કરે છે કે જીએમઆરએસ કોલેજના તબિયતમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના ફી ધોરણમાં કરેલ વધારો સાત દિવસમાં પાછો ખેંચી વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવામાં આવે આવી અભાવીપ માંગ કરેલ છે જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય ન આવે તો અભાવીપ પાસે ઉપગ્રહ આંદોલન કરશે
પ્રદેશ સહમંત્રી પ્રયાગ ચૌધરી નગર મંત્રી આકાશ વસાવા જિલ્લા સંયોજક અક્ષય તડવી નર્મદા જિલ્લા સંગઠન મંત્રી રાહુલ ગોસ્વામી જીતેન વસાવા વગેરે ઉપસ્થિત રહીને આવેદન આપ્યું હતું.