ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહાન ધરાશાયી થતા દુર્ઘટના ઘટી છે. આજે સવારે મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં કોહરામ મચી ગયો છે. જે વખતે આ મકાન ધરાશાયી થયું તે સમયે અંદર ઘરના સભ્યો પણ હાજર હતા. આવી સ્થિતિમાં મકાનના કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીએમ યોગીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે અને અધિકારીઓને તાત્કાલિક રાહત કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોને હોસ્પિટલમાં સેડવા અને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
આ ઘટના આગ્રાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના શિવનગર રાધેની ગલીની છે. આજે સવારે અચાનક આ મકાન ધરાશાયી થઈ ગયું હતું. મકાન ધરાશાયી થતાની સાથે જ જોરદાર ધડાકો થયો અને ચારે બાજુ ધૂળ ફેલાઈ ગયું. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં કોહરામ મચી ગયો હતો. આ મકાનમાં ઘણા લોકો રહેતા હતા જેઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોએ આ અંગે શાહગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
UP CM Yogi Adityanath took cognisance of the house collapse incident in Agra. Chief Minister has directed the officials of the district administration to take the injured to the hospital immediately for proper treatment: UP CMO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 7, 2023
લોકોને કાટમાળમાંથી બહાર કઢવાની કામગીરી શરૂ
પોલીસે સ્થાનિક લોકો સાથે રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ત્યાં ઘણો કાટમાળ છે આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં સમસ્યા ઉભી થઈ રહી છે. પોલીસની સાથે આસપાસના લોકો પણ પ્રશાસનને મદદ કરી રહ્યા છે. આ મકાન કેટલું જૂનું હતું કે અહીં કોઈ સમારકામ ચાલતું હતું કે કેમ તે અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસ પ્રશાસન કાટમાળમાં ફસાયેલા લોકોને મદદ કરવામાં લાગેલું છે.
સીએમ યોગીએ આપ્યો નિર્દેશ
યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે. યુપીના સીએમઓએ કહ્યું કે સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાના નિર્દેશ આપ્યા છે.