ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડર સંપૂર્ણપણે તૈયાર છે. ચંદ્રયાનના ચંદ્રની સપાટી પર લેન્ડ થવામાં હવે ફક્ત 3 જ દિવસ બાકી છે. ચંદ્રયાન 3નું લેન્ડર 23 ઓગસ્ટે 2023ના રોજ સાંજે 6 વાગ્યે અને 4 મિનિટે ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકે છે. આ દરમિયાન ચંદ્રયાન-3એ ચંદ્રની નવી લેટેસ્ટ તસવીરો મોકલી હતી.
Chandrayaan-3 Mission:
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area — without boulders or deep trenches — during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
— ISRO (@isro) August 21, 2023
બીજી વખતનું ડિબૂસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે
રવિવારે જ વિક્રમ લેન્ડરનું બીજી વખતનું ડિબૂસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હતું. હવે લેન્ડર અને ચંદ્ર વચ્ચે ફક્ત 25 કિ.મી. જેટલું જ અંતર રહી ગયું છે. આ દરમિયાન ઇસરોએ લેન્ડર વિક્રમ દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવી તસવીરો જાહેર કરી છે. આ તસવીરો ખૂબ જ નજીકથી લેવામાં આવી છે. ઈસરો દ્વારા જારી કરાયેલી તસવીરોમાં અલગ અલગ સપાટી જોવા મળી રહી છે. જેને નોટ કરવામાં આવી રહી છે.
ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થયા બાદ શું કરશે?
ચંદ્રની સપાટી પર લેન્ડ થયા બાદ રોવર કુલ 14 દિવસ સુધી રિસર્ચ કરશે અને માહિતી એકઠી કરશે. રોવર પ્રજ્ઞાનનું આયુષ્ય ચંદ્રના એક દિવસ બરાબર એટલે કે 14 દિવસનો રહેશે. રોવર ચંદ્ર પર એલ્યુમિનિયમ, સિલિકોન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ટાઈટેનિયમ, કેલ્શિયમ અને આયરન સંબંધિત માહિતીઓ એકઠી કરશે.