ચર્ચ ઓફ બ્રધરેન ઈ/૬૪૩ સંસ્થાના પાદરી રેવ. વિપુલ અનિલભાઈ ઠાકોરના બાબતમાં વધું તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, જે પાદરી પોતાના અનુયાયીઓને દાન આપવાનું, જતું કરવાનું તથા દયા અને ભલાઈનો પાઠ શીખવાડવાના ઢોંગ કરે છે એ જ પાદરી પોતાના માટે સ્થાવર – જંગમ મિલકતો વસાવે છે, પોતાનું બેન્ક બેલેન્સ વધારે છે અને એટલું જ નહીં પણ જે પોતાનું નથી એ પણ બળજબરીથી બીજાનું પડાવી લેવાનું કામ તેઓ કરે છે.
આહવામાં ડાંગ સેવા મંડળ સામે આવેલ સીટી સર્વે નંબર-૨૦૭૯ માં આવેલ ૪૬૨.૨૫ ક્ષેત્રફળ વાળી રહેણાંક હેતુ માટે ફાળવેલ જગ્યા જે સ્વર્ગીય સુરેશભાઈ યાકુબભાઈ ઠાકોરના નામે ચાલી આવેલ છે તે તેમના મરણ બાદ તેમના સંતાનોની થાય છે છતાં તેમાં વિપુલ ઠાકોર અને તેમના પિતાજી તથા અન્ય લોકોએ બળજબરીથી આ જગ્યા ઉપર કબજો જમાવી દુકાનો ભાડે આપી છે અને ભાડાના પૈસા પોતે લઈ લે છે, જ્યારે મુળ વારસદારો ગરીબીમાં છેલ્લા ૩૧ વર્ષોથી આમતેમ ભટકી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યાં છે.
તેમને આજદિન સુધી વહીવટી તંત્ર તરફથી ન્યાય મળ્યો નથી. ૩૧- ૩૧ વર્ષ સુધી સંતાનોએ ન્યાયની પ્રતિક્ષામાં પહેલા માતા પછી પિતાને પણ ગુમાવી દીધા પરંતુ વહીવટી તંત્રનું કે સરકારના કોઈ અધિકારીનાં પેટનું પાણી હાલતું નથી. વહીવટી તંત્ર આંખે પાટા બાંધી ધૃતરાષ્ટ્રની ભૂમિકા નિભાવી રહ્યું છે.
આ ઉપરાંત પાદરી વિપુલ ઠાકોર “અરોમા મીશન” નામની મદ્રાસની સંસ્થા સાથે સંકળાયેલા છે જ્યાંથી મોટાપાયે ભંડોળ લાવીને કબ્રસ્તાન કોલોની શાંતિ નિકેતન આશ્રમ પાસે ૩ માળનું મોટું અને વિશાળ અરોમા સેન્ટર આહવા ખાતે બનાવ્યું છે. આ બનાવવા માટે તે નાણા ક્યાંથી લાવ્યો તે પણ એક મોટી તપાસનો વિષય છે. વિપુલ અનિલ ઠાકોર એક સાથે ત્રણ ત્રણ અલગ અલગ સંસ્થાઓ સાથે કામ કરી રહ્યો છે અને પગારો લઈ રહ્યો છે. જો તેના લેપટોપ મોબાઈલ ઇમેલ તથા બેન્ક ખાતાની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે એમ છે. ડાંગ જિલ્લાની ભોળી આદિવાસી પ્રજાના નામ પર વિદેશોમાંથી ભંડોળના નામે મોટી મોટી રકમો પોતાના વ્યક્તિગત અને કૌટુંબિક સભ્યોના ખાતામાં તથા નજીકના સગા સંબંધીઓના બેંક ખાતાઓમાં આવે છે જો આ દરેક સભ્યોના બેંક ખાતાની તપાસ કરવામાં આવે તો વિદેશોમાંથી આવતું મોટા નાણાકીય ભંડોળનું સત્ય હકીકત બહાર આવી શકે છે. અને ધર્માંતરણના નામે પણ તેઓ આ પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે. લોભી – લાલચી અને પોતાના માટે સ્થાવર-જંગમ મિલકતો વસાવી લેનાર તથા બળજબરીથી બીજાની જમીન મિલકત પડાવી મુળ વારસદારોને ભટકતા-રખડતા છોડી દેનાર પાદરી સમાજનાં લોકોને શું સારું શિક્ષણ આપી શકવાના?
આ રેવ.વિપુલ અનિલ ઠાકોરે ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે બે વર્ષની અંદર જ ઘણી બધી મિલકતો પોતાના અને ઘરના સભ્યોના નામે વસાવી લીધી છે જેમ કે આહવામાં ગેરકાયદેસર જમીનના પ્લોટો, મહારાષ્ટ્ર રાજ્યના ગામોમાં પ્રોપર્ટી, તાપી જિલ્લાના ઉચ્છલ ગામમાં પણ પ્રોપર્ટી વસાવી છે. અને ૩-૪ ગાડીઓ પણ પોતાની પાસે રાખે છે. એ જે સંસ્થામાં કામ કરે છે ત્યાં એટલો બધો પગાર પણ આપવામાં નથી આવતો કે આટલી બધી મિલકતો તે વસાવી શકે. ખૂબ જ ટૂંકા સમય ગાળા દરમ્યાન, આમ જો વિપુલ અનિલ ઠાકોરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી સત્ય હકીકતો બહાર આવી શકે એમ છે. પણ પ્રશ્ન અહીં એ થાય છે કે શા માટે વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની તપાસ કરતું નથી.
ઉપરોક્ત બાબતે આહવા પોલીસ સ્ટેશનમાં ૨૭/૦૧/૨૩ના રોજ જાણવાજોગ અરજી પણ આપવામાં આવી હતી છતાં પોલિસ વિભાગ દ્વારા તેને નજરઅંદાજ કરવામાં આવી છે એવું દેખાય આવે છે. કારણ કે આજદિન સુધી આ અરજી ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.