મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા.
તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ અવસરે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે બંને ને ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
આ જોડાણથી મહેમદાવાદ તાલુકામાં ભાજપ વધુ મજબૂત બનશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel