ખેડા ટાઉનમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગીરા સાથે લાંબા સમય સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મુખ્ય આરોપીએ સગીરાને વિશ્વાસમાં લઈ અને છેતરપીંડીપૂર્વક સંબંધ બાંધ્યા બાદ, અન્ય આરોપીઓ સાથે મળીને છેલ્લા લગભગ ત્રણ વર્ષ દરમિયાન વારંવાર તેના પર અત્યાચાર આચર્યો હોવાનો આરોપ છે.
આક્ષેપ મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજન હેઠળ સગીરાના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી, તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરતા રહ્યા અને આ રીતે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વર્ષ 2023થી લઈને 2025 સુધી આ સમગ્ર ઘટનાક્રમ ચાલતો રહ્યો હોવાનું સામે આવ્યું છે. અંતે પીડિતાએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખેડા ટાઉન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા 9 આરોપીઓ સામે ગંભીર કલમો તેમજ POCSO અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો મુજબ, અત્યાર સુધીમાં કેટલાક આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે.
આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા નો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકો દ્વારા આરોપીઓ સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat