છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની 20 બેઠક માટે અને મિઝોરમમાં વિધાનસભાની તમામે તમામ 40 બેઠકોના યોજાઈ રહેલા મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન મોદી, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિશાળ રેલીને સંબોધન કરશે. ચૂંટણીલક્ષી ત્રણેય રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાઓને સંબોધીને ભાજપનો પ્રચાર કરશે. મંગળવારે સાંજે તેઓ તેલંગાણામાં આત્મા ગૌરવ સભાને પણ સંબોધિત કરશે.
PM Shri @narendramodi will address Public Meetings on November 7, 2023.
Watch Live:
📺https://t.co/ZFyEVlesOi
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl pic.twitter.com/QR7tKDNUIX
— BJP (@BJP4India) November 6, 2023
PM મોદીના પ્રવાસની શરુઆત છત્તીસગઢથી
PM મોદી આજના દિવસના પ્રવાસની શરૂઆત છત્તીસગઢના બિશ્રામપુરથી કરશે. વડાપ્રધાન મોદી અહીં સવારે 11 વાગ્યે જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે 1:15 વાગ્યે મધ્યપ્રદેશ અને લગભગ 5:30 વાગ્યે હૈદરાબાદ જશે. ગયા મહિને મોદીએ મહબૂબનગર અને નિઝાબાદમાં ગત 1 અને 3 ઓક્ટોબરે જાહેર રેલીને સંબોધન કરી હતી.
તેલંગાણામાં ઓબીસી રેલીને સંબોધિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેલંગાણામાં ચૂંટણી લક્ષી રેલીને સંબોધન કરી હતી. એક સપ્તાહ પહેલા અમિત શાહે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો તેઓ માત્ર પછાત વર્ગના નેતાને જ મુખ્ય પ્રધાન બનાવશે. આ પછી પીએમ મોદી માટે જાહેર સભાનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપની મોટી જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની જાહેરસભાને લઈને, ગત શનિવારે આ વિશે માહિતી આપતા સાંસદ કે લક્ષ્મણે કહ્યું હતું કે, ‘બીજેપી 7 નવેમ્બરે હૈદરાબાદમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં વિશ્વાસ દર્શાવવા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા માટે એક જાહેર સભાનું આયોજન કરશે. તેમણે વચન આપ્યું છે કે જો તેઓ જીતશે તો તેઓ આ વર્ગના નેતાને મુખ્ય પ્રધાન બનાવશે. તેલંગાણામાં 3 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.