ભારતીય વાયુ સેનાએ બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટને ઈમ્ફાલ એરપોર્ટ નજીક દેખાતા અજાણ્યા ફ્લાઈંગ ઑબ્જેક્ટ્સ (UFO)ની શોધ માટે મોકલ્યા હતા. ગઈકાલે બપોરે ઇમ્ફાલ એરપોર્ટ પર UFO જોવા મળ્યો, જેના પછી કેટલીક કોમર્શિયલ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ.
Here’s a mobile phone footage of the sighting of UAV above Imphal International Airport today, which is doing the rounds on social media#UAV #UAVSpotted #UFO #FlightsCancelled #ATC #AirTrafficControl #ImphalAirport #BreakingNews #ImphalEvents #ImphalUpdates #Imphal #Imphalgram pic.twitter.com/yJ6FDRe2x7
— Imphalgram (@imphalgram) November 19, 2023
સંરક્ષણ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, ઈમ્ફાલ એરપોર્ટ નજીક UFO વિશે માહિતી મળ્યા બાદ તરત જ નજીકના એરબેઝ પરથી એક રાફેલ ફાઈટર એરક્રાફ્ટને તેની શોધ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. મોર્ડન સેન્સરથી સજ્જ વિમાન UFO શોધવા માટે શંકાસ્પદ વિસ્તાર પર ખૂબ જ નીચી ઉંચાઈએ ઉડાન ભરી પરંતુ ત્યાંથી કોઈ પણ જાતના પુરાવા મળ્યા નહીં. પ્રથમ એરક્રાફ્ટ પરત આવ્યા પછી, અન્ય રાફેલ ફાઇટર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. હતી. તેણે પણ શોધખોળ કરી, પરંતુ આજુબાજુ કોઈ પણ જગ્યાએ UFO દેખાયો નહીં. વધુમાં તેમણે કહ્યું કે, સંબંધિત એજન્સીઓ UFOની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ઇમ્ફાલ એરપોર્ટ પર UFOનો વીડિયો સામે આવ્યો છે.