ચીનમાં અચાનક ન્યુમોનિયામાં વધારો અને શ્વાસ લેવામાં તકલીફને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ચીનમાં બાળકોમાં H9N2 ના પ્રકોપ પર નજીકથી નજર રાખી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે જે પ્રકારના કેસ વુહાનમાં જોવા મળે છે, તેવો કોઆ પણ કેસ ભારતમાં હાલમાં જોવા મળ્યો નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વાયરસ જૂના કોવિડ જેવો જ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનમાં રિપોર્ટ કરવામાં આવેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ સાથે સાથે શ્વસન સંબંધી બિમારીમા સમૂહોથી ભારતમાં ઓછો ખતરો છે. પરંતુ આ ચિંતાનો વિષય છે કારણ કે ભારતમાં પણ આ સિઝનમાં બાળકોમાં આવા લક્ષણો જોવા મળે છે. આમ છતાં આ રોગ વુહાનમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને કેમ શિકાર બનાવી રહ્યો છે તે જોવાનો વિષય છે.
WHOએ પણ જાહેર કર્યું એક નિવેદન
હાલમાં ઉપલબ્ધ જાણકારીના આધાર પર છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં શ્વસન સંબંધી બિમારીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. બાળકોમાં સામાન્ય કારણોની શોધ કરવામાં આવી છે અને કોઈ અસામાન્ય રોગજનક અથવા અણધારી ક્લિનિકલ અભિવ્યક્તિઓ ઓળખવામાં આવી નથી.
શું થયું વુહાનમાં, શું છે હેરાન કરનારી વાત?
કેટલાક મીડિયા રિપોર્ટે ઉત્તર ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારીના કેસમાં વધારાનો સંકેત આપ્યો છે. આ સિવાય ઓક્ટોબર 2023માં H9N2 (એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)નો એક કેસ પણ નોંધાયો હતો. આ પછી ડીજીએચએસની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ WHOને આપવામાં આવ્યો હતો. કોવિડ દરમિયાન જે વાયરસ વિશે વાત કરવામાં આવી રહી હતી તે બીજે ક્યાંયથી ઉદ્ભવ્યો ન હતો પરંતુ વુહાન લેબમાંથી જ થયો હતો, જેનો દાવો વિવિધ આંતરરાષ્ટ્રીય મંચોમાં ઘણી વખત કરવામાં આવ્યો હતો. ફરી એકવાર આવો જ કેસ ખાસ કરીને બાળકોમાં વુહાનમાં જોવા મળ્યો છે, જેના કારણે આખી દુનિયામાં હલચલ મચી ગઈ છે.
શું છે સરકારની તૈયારી!
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ભારત કોઈપણ પ્રકારની જાહેર સ્વાસ્થ્ય કટોકટી માટે તૈયાર છે. ભારત આવા જાહેર સ્વાસ્થ્ય મુદ્દાઓને ઉકેલવા માટે એક સમગ્ર અને એકીકૃત રોડમેપ અપનાવવા માટે એક વન હેલ્થ અભિગમ પર કામ કરી રહ્યું છે. ખાસ કરીને કોવિડ મહામારી પછીથી સ્વાસ્થ્ય માળખાગત સુવિધાઓ પણ નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે.