તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લગભગ 2300 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ-BRS, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેંલગાણા ઈલેક્શનમાં સાઉથના સુપરસ્ટાપર અલ્લુ અર્જૂન વોટ કરવા પહોચ્યા છે.
ખૂબ પ્રચાર પછી આજે પરીક્ષાનો સમય આવી ગયો છે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. સમગ્ર રાજ્યના લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે. આ સ્થિતિમાં ટોલીવુડ સ્ટાર્સ પણ પાછળ નથી. પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરવા માટે ટોલીવુડ સ્ટાર્સ પણ મતદાન મથકો પર પહોંચીને પોતાનો મત આપી રહ્યા છે. આ લિસ્ટમાં ઘણા મોટા ફેમસ સ્ટાર્સ પણ સામેલ છે. આ સ્ટાર્સની તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે.
અલ્લુ અર્જુને મતદાન કર્યું
અભિનેતા અલ્લુ અર્જુન તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં પહોંચ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ બધાની સાથે ભીડમાં ઉભા છે આ દરમિયાન તે પાસે કેટલાક લોકો સાથે વાતચીત કરે છે. જોકે અલ્લુ અર્જૂન બાદ જુનિયર એન્ટીઆર પણ પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. જેમાં સાઉથના સિતારા પોતાની નૈતિક ફરજ પૂરી કરવા પહોચ્યાં હતા.
જુનિયર NTRએ પોતાનો મત આપ્યો
તે જ સમયે, ‘RRR’ ફેમ જુનિયર NTR પણ પોતાના મતનો યોગ્ય રીતે ઉપયોગ કરવા આવ્યો હતો. જુનિયર એનટીઆર સાથે તેની પત્ની અને માતા પણ જોવા મળી હતી. ત્રણેય મતદાન મથક પર પહોંચ્યા અને લાઇનમાં ઉભા રહીને મતદાન કરવા માટે તેમના વારાની રાહ જોતા જોવા મળ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
NTR @tarak9999 Anna At 𝐎𝐁𝐔𝐋 𝐑𝐄𝐃𝐃𝐘 𝐏𝐔𝐁𝐋𝐈𝐂 𝐒𝐂𝐇𝐎𝐎𝐋, Jublie Hills, Hyderabad.#ManOfMasses𝐍𝐓𝐑🐯@tarak9999❤️#TelanganaElections2023 pic.twitter.com/pP9EmFe0L5
— Nadiri Ravi 9999 (@NadiriRRRavi) November 30, 2023
મેગાસ્ટાર ચિરંજીવી, યંગ ટાઈગર એનટીઆર, અલ્લુ અર્જુન, સુમંથ, મ્યુઝિક ડાયરેક્ટર કીરવાની અને અન્ય લોકોએ અત્યાર સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચિરંજીવીએ જ્યુબિલી હિલ્સ ક્લબમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મેગાસ્ટાર તેની પત્ની સુરેખા અને પુત્રી શ્રીજા પણ સાથે છે. અભિનેતા NTR અને તેના પરિવારના સભ્યોએ જ્યુબિલી હિલ્સની ઓબુલ રેડ્ડી પબ્લિક સ્કૂલમાં પોતાનો મત આપ્યો.
Megastar #Chiranjeevi with family arrived to cast vote#TelanganaElections2023 pic.twitter.com/ud8y72hSPN
— Support for Modi (@HDCricket21076) November 30, 2023