રાજસ્થાનમાં આજે વિધાનસભાની 2023ની ચૂંટણીનું પરિણામ આવ્યુ છે. જેમાં રાજસ્થાનના જાણીતા કોંગ્રેસના પ્રખ્યાત નેતા અશોક ગેહલોતનું રાજકીય કારકિર્દી ખતમ થઈ ગયુ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. જેના પગલે હવે અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી પૂરી થઈ જવાની સંભાવના છે. આવુ કેમ આવો પ્રશ્ન સામાન્ય રીતે બધાને થતો હોય છે.
અત્યારે અશોક ગેહલોતની ઉમર 72 વર્ષ છે. જેમને આગામી ચૂંટણીમાં જીત મેળવવા માટે 77 વર્ષની રાહ જોવાનો વારો આવશે. જોકે અશોક ગહેલોત રાજસ્થાનના 3 વખત મુખ્યમંત્રી બન્યા છે. તેમજ રાજસ્થાનમાં અશોક ગેહલોતને રાજકારણના જાદુગર તરીકે ઓળખવામાં આવ્યા છે. પરંતુ વિધાનસભા 2024ની ચૂંટણીમાં તેમનો જાદુ ચાલ્યો નથી.
અશોક ગેહલોતનો પુત્ર વૈભવ ગેહલોત 2009ની ચૂંટણીમાં ટિકિટ લેવા માટે પ્રયાસ કર્યો હતો.પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. અત્યારે કોંગ્રસે પાર્ટી સાથે જોડાયેલા છે. 2019માં વૈભવ ગેહલોત ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવત સામે જોધપુર બેઠક પર લોકસભા ચૂંટણી લડી હતી. અશોક ગેહલોતની સત્તા ગુમાવ્યા બાદ પણ શું વૈભવ ગેહલોતને રાજકારણમાં આગળ વધવા માટે સંઘર્ષ કરવો પડશે ? જેવા અનેક પ્રશ્નો લોકોમાં થઈ રહ્યા છે.
આજ સુધી કેવી રહી અશોક ગેહલોતનું રાજકીય સફર
અશોક ગેહલોત રાજસ્થાનના 3 વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ 1998 થી 2003 અને ફરીથી 2008 થી 2013 સુધી રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે ભૂમિકા ભજવી હતા.ત્યાર બાદ અશોક ગેહલોત જોધપુરના સરદારપુરા વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તો અશોક ગેહલોતનો જન્મ 3 મે 1951ના રોજ જોધપુર જિલ્લાના મહામંદિર ગામમાં લક્ષ્મણ સિંહ ગેહલોતને ત્યાં થયો હતો.
તેમની પાસે વિજ્ઞાન અને કાયદામાં સ્નાતકની ડિગ્રી અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી છે. તેમના ગ્રેજ્યુએશન દરમિયાન તેઓ કોંગ્રેસ પાર્ટીની વિદ્યાર્થી પાંખ NSUIમાં જોડાયા હતા.1979 માં તેઓ જોધપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા.બાદમાં તેમણે કોંગ્રેસ કાર્યકર તરીકે પાર્ટીની સેવા કરી. તેઓ પાર્ટીમાં ઘણા વરિષ્ઠ હોદ્દા પર રહ્યા છે. અશોક ગેહલોતને રાજસ્થાનમાં જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. નિષ્ણાતો તેમને રાજકારણના જાદુગર પણ કહે છે.