મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યની જનતાએ ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે ભાજપે ભલે શિવરાજ સિંહ ચૌહાણને સીએમ પદના ઉમેદવાર તરીકે ઉતાર્યા ન હોય પરંતુ રાજકીય પંડિતોનું માનીએ તો શિવરાજ ફરી એકવાર મધ્યપ્રદેશમાં શાસન કરવા જઈ રહ્યા છે. સોમવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે તેમના ભોપાલ સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
#WATCH | Madhya Pradesh State Congress president Kamal Nath says "I met CM Shivraj Singh Chouhan and congratulated him for the victory. He also came to meet me when I became the CM. I assured him that as the opposition, we will do whatever it takes for the development of the… https://t.co/HkoR751ocV pic.twitter.com/CTCst04o0m
— ANI (@ANI) December 4, 2023
શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત
સીએમ શિવરાજે સ્મિત સાથે કમલનાથનું સ્વાગત કર્યું હતું. કમલનાથે શિવરાજને વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન કમલનાથના પુત્ર અને છિંદવાડાના સાંસદ નકુલ નાથ પણ તેમની સાથે હતા. બેઠક બાદ કમલનાથે પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી. તેમણે કહ્યું કે, હું સીએમ શિવરાજ સિંહ ચૌહાણને મળ્યો હતો અને તેમને જીત પર અભિનંદન આપ્યા હતા. જ્યારે હું સીએમ બન્યો ત્યારે તેઓ પણ મને મળવા આવ્યા હતા. મેં મારું વચન પાળ્યું હતું. મેં તેમને ખાતરી આપી હતી કે વિપક્ષ તરીકે હું દેશના વિકાસ માટે કામ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, મેં મારા પક્ષના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે. ચૂંટણી હારનો અભ્યાસ કરીશું. હું દિલ્હી જઈને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને પણ મળીશ.
ભાજપને 163 બેઠકો
બુધની બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ જીત્યા છે. હનુમાનનું પાત્ર ભજવનાર કોંગ્રેસના અભિનેતા વિક્રમ મસ્તલે શિવરાજ સિંહ ચૌહાણ સામે ચૂંટણી લડી હતી. 200 બેઠકોની વિધાનસભામાં ભાજપને 163 બેઠકો મળી છે.