વિપક્ષી ગઠબંધન INDIAની આવતીકાલ તા. ૬ ડિસેમ્બર અહીં યોજાવાની બેઠક રદ્દ જાહેર કરાઈ છે.કહેવાય છે કે ત્રણ અગ્રીમ નેતાઓએ તે મીટીંગમાં સામેલ થવાનો ઇનકાર કરતાં આ મીટીંગ રદ્દ કરાઈ છે.કોંગ્રેસ પ્રમુખ ખડગેએ આ જાહેરાત કરવા સાથે જણાવ્યું હતું કે હવે ૧૮ ડિસેમ્બરે આ મીટીંગ યોજવામાં આવશે.
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસે પ્રમુખ મમતા બેનર્જીએ પહેલેથી જ તે બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે હું છ ડીસેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી ઉત્તર બંગાળની મુલાકાતે જવાની છું. આ કાર્યક્રમમાં નિશ્ચિત થયો ત્યારે તો ૬ ઠ્ઠી ડિસેમ્બરે મીટીંગ યોજાવાની છે તેની માહિતી જ ન હતી તેથી મેં આ પ્રમાણે (છ ડીસેમ્બરથી ૧૧ ડિસે.)નો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો તેથી હું તે મીટીંગમાં હાજર રહી શકું તેમ નથી.
આ અંગે નિરીક્ષકો કહે છે કે મમતા બેનર્જીનું આ ટકી ન શકે તેવું બહાનું છે. તેઓ ઉત્તર બંગાળની મુલાકાત એક બે દિવસ વહેલી મોડી પણ કરી શકે તેમ છે જ. પરંતુ તેમ કરવા તેઓ તૈયાર નથી.
બિહારના મુલાકાતની નીતીશકુમાર અને ઉ.પ્ર.ના પૂર્વ મુ.મંત્રી અખિલેશ યાદવે પણ તે મીટીંગમાં હાજર રહેવાની અશક્તિ દર્શાવી છે. ઝારખંડના મુ.મં. હેમંત સોરેન પણ મીટીંગમાં હાજર રહેવાની ના કહી દીધી છે.
આ ગેરહાજરી દર્શાવવાનું મુખ્યકારણ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને મળેલા પ્રચંડ પરાજય પછી કોંગ્રેસની ઈંડીયા ગઠબંધન ઉપરની પકડ તદ્દન ઢીલી થઇ ગઈ છે. મમતા બેનર્જી સામ્યવાદીઓ સામે મેળવેલા વિજય પછી જમીનથી એક વેંત ઊંચા ચાલે છે. નીતીશકુમાર જેડીયુને પ્રબળ કરી પોતે જ વિપક્ષી ગઠબંધનના નેતા બનવા માગે છે. અખિલેશ યાદવ તેમના અંગે કમલનાથે ઉચ્ચારે શબ્દોથી અને મધ્ય પ્રદેસમાં ટિકિટ વહેંચણી સંબંધે કોંગ્રેસથી નારાજ છે.
લોક સભાની આગામી ચૂંટણી માટે ટિકિટોની ફાળવણી અંગે કોઈ ફોર્મ્યુલા તૈયાર કરવા વિપક્ષો આગ્રહ રાખે છે પરંતુ કોંગ્રેસે અકળ કારણસર તે વાત ટાળ્યા કરે છે. તેથી વિપક્ષો નારાજ છે. ને જે હોય તે અત્યારે તો કોંગ્રેસ બેક ફૂટ પર આવી ગઈ છે.