વર્ષ 2024માં રમાનાર T20 World Cup 2024 માટે ICCએ નવો લોગો જાહેર કર્યો છે. ICC Men’s T20 World Cup 2024નું આયોજન 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થશે. જયારે ICC Women’s T20 World Cup 2024નું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવશે. જોકે હજુ સુધી આ મહિલા ટુર્નામેન્ટની તારીખો અને શેડ્યુલની જાહેરાત થઇ નથી. હવે ICCએ T20 World Cup માટે નવો લોગો જાહેર કરીને આ મેગા ઇવેન્ટની તૈયારીઓ શરુ કરી દીધી છે.
Created from the three things that define T20I cricket – Bat, Ball, and Energy! 🤩
A striking new look for the ICC T20 World Cup 🏆 💥 ⚡️#T20WorldCup pic.twitter.com/kflsHr81eN
— ICC (@ICC) December 7, 2023
ICC મુજબ આ નવો લોગો સૌથી નાના ફોર્મેટમાં ખુબ જ ઝડપથી બદલવા વાળી ઘટનાઓને દર્શાવે છે. આ નવા લોગોમાં આવતા વર્ષે T20 World Cup આયોજિત કરનાર યજમાન દેશોથી પ્રેરિત બનાવટ અને પેટર્ન સામેલ છે. આ T20 ક્રિકેટમાં નિરંતર ઊર્જાને પણ દર્શાવે છે. ICCએ આગળ કહ્યું, ‘લોગો એ બેટ, બોલ અને ઊર્જાનું સર્જનાત્મક મિશ્રણ છે, જે T20 ક્રિકેટના મુખ્ય તત્વોનું પણ પ્રતીક છ
T20 World Cup 2024 માટે હવે માત્ર 6 મહિનાનો સમય
ICC માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના જનરલ મેનેજરે T20 World Cup 2024 માટે રજૂ કરવામાં આવેલા નવા લોગોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનારા ICC Men’s T20 World Cup 2024ની તૈયારી માટે અમારી પાસે હવે માત્ર 6 મહિનાનો સમય બાકી છે. આવી સ્થિતિમાં હવે પ્રશંસકો વર્લ્ડ કપ અને ટિકિટ સાથે સંબંધિત માહિતી જાણવા માટે તેમની રુચિ નોંધાવી શકે છે.