રાજસ્થાનનું બિકાનેર શહેર પાકિસ્તાન સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ નર એરબેઝ છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે તે Tejas Mk-1A ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને આ જ એરબેઝ પર તૈનાત કરશે. આનાથી ભારતીય વાયુસેના અને દેશને શું ફાયદો થશે?
પહેલો ફાયદો
નલ એરબેઝ પર મિગ 21 (MiG-21 Fighter Jet)ના સ્કવોડ્રન તૈનાત છે. Tejas Mk-1A ફાઈટર જેટની તૈનાતીથી ફ્લાઈંગ કોફિન (Flying Coffin) કહેવાતા મિગ 21ને હટાવી શકાશે. વાયુસેના પોતાના જૂના મિગ-21, મિગ-23, મિગ-27, મિરાજ-2000 અને જુગઆરની ફ્લીટને તેજસથી બદલવા માંગે છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને સંપૂર્ણ વિશ્વાસ છે કે વાયુસેનાને આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે પ્રથમ તેજસ Mk-1A ફાઈટર જેટ મળી જશે. 2025 સુધીમાં વાયુસેનાને વધુ 24 ફાઈટર જેટ મળી જશે. HAL 83 એ તેજસ MK-1A ફાઈટર જેટનું ઉત્પાદન શરૂ કરી દીધુ છે. તે ઈન્ડિયન એરફોર્સને આ ફાઈટર જેટ સમયસર આપી દેશે.
બીજો ફાયદો
બિકાનેરના નલ એરબેઝથી પાકિસ્તાન બોર્ડરનું અંતર લગભગ 197-200 કિલોમીટર છે. એટલે કે યુદ્ધની સ્થિતિમાં તેજસ ફાઈટર જેટ માત્ર 5 મિનિટમાં બોર્ડર પર પહોંચી જશે. એનો અર્થ એ કે દુશ્મન પર તાત્કાલિક હુમલાની સ્થિતિમાં આ ફાઈટર જેટ હંમેશા તૈયાર રહેશે. આ ઉપરાંત પાકિસ્તાનના પ્રમુખ શહેરો પણ આ ફાઈટર જેટની રેન્જમાં આવે છે. જેમ કે- મુલતાન 294 કિમી, લાહોર 402 કિમી, ઈસ્લામાબાદ 630 કિમી, પેશાવર 687 કિમી, મુઝફ્ફરાબાદ 704 કિમી અને કરાચી 719 કિમી.
Tejas Mk-1A ફાઈટર જેટની તાકાત
43.4 ફૂટ લાંબા તેજસ MK-1A ફાઈટર જેટની ઊંચાઈ 14.5 ફૂટ છે. તેમાં 2458kg ફ્યૂલ આવે છે. મહત્તમ સ્પીડ 1980 KM પ્રતિ કલાક છે. એટલે કે અવાજની ગતિ કરતાં દોઢ ગણી વધારે. મહત્તમ 53 હજાર કિમીની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. ગ્લાસ કોકપીટ હોવાના કારણે પાઈલટ માટે ચારે બાજુ જોવાનું સરળ બને છે.
આ નાનુ અને મલ્ટી-રોલ સુપર સોનિક એરક્રાફઅટ છે. તેમાં 8 હાઈપ્વોઈન્ટસ છે. એટલે કે, 8 અલગ-અલગ પ્રકારના હથિયાર લગાવી શકાય છે. તેમાં S-8 રોકેટ્સના પોડ્સ લગાવી શકાય છે.
હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો R-73, I-Derby, Python-5 લાગેલ છે. ભવિષ્યમાં ASRAAM, Astra Mark 1 અને R-77નું પ્લાનિંગ છે.
હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલો Kh-59ME, Kh-59L, Kh-59T, AASM-Hammer લાગેલી છે. BrahMos-NG ALCMને લગાવવાની યોજના છે.