“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષ સ્થાને તથા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ,ધારાસભ્ય મોહનભાઇ કોંકણી અને માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાણીઆંબા ગામે અધ્યક્ષસ્થાનેથી કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, વિકસિત ભારતની પરિકલ્પના વડાપ્રધાનના મનમા વર્ષો પહેલાથી હતી. તેમણે શહેરી અને ગ્રામિણ આવાસ યોજના અંતર્ગત દેશના તમામ નાગરિકોને પોતાનું પાકુ ઘર મળે તેવું આયોજન કર્યૂ છે. 2024 સુધી તમામને આવાસ મળે, તે ઘરમાં જમવાનું બનાવવા ઉજ્જ્વલા યોજના, ઘરના સભ્યો માટે રોજગારી, ઘરની મહિલાઓ માટે સ્ટાર્ટ અપ યોજના દ્વારા આત્મનિર્ભર બનાવવા 10 લાખથી લઇ 1 કરોડ સુધીની યોજના લાગુ કરી, આમ સમગ્ર પરિવારને આર્થિક, સામાજિક રીતે સશક્ત થાય તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે.
સમગ્ર દેશમાં દરેક ઘરમાં વિજળી હોય, દરેક ઘરમાં નળથી જળ આવતુ હોય, ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા કિશાન સન્માનનિધિ યોજના, દરેકના આરોગ્યની દરકાર કરવા આયુષ્માન ભારત કાર્ડ, દરેક ઘરમાં શૌચાલય હોય આ તમામ કામો આયોજન બધ્ધ વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનએ જોયેલા ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા આ તમામ યોજનાઓ આયોજન બધ્ધ રીતે લાગુ કરી છે. તેમણે નિર્ધાર કર્યો કે આત્મનિર્ભર ભારત હશે તો જ વિકસિત ભારત બનશે. અને આત્મનિર્ભર ભારત બનાવવા નાગરિકોને સશક્ત અને કૌશલ્યવાન બનાવવું જરૂરી છે એમ જણાવી આ તમામ યોજનાઓ લાગુ કરી છે જેનો લાભ લેવા તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ જી-20ની અધ્યક્ષતા, કોરોનકાળમાં નિ:શુલ્ક અનાજ, લખપતી દીદી, ડ્રોન દીદી જેવી વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા. તેમણે અંતે વર્તમાન સરકાર છેવાડાના માનવી સુધી લાભો પહોચાડવા કટીબધ્ધ છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ છેવાડાના માનવી સુધી પહોચવાનું એક માધ્યમ છે એમ ઉમેયું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન આદિવાસી અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં સતત કાર્યરત છે. તેમણે ‘મોદી છે તો ગેરંટીની પણ ગેરેંટી છે’ એમ કહી વિકસિત ભારતના રથ થકી 22 જેટલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વર્તમાન સરકારે વ્યારા સુગર ફેક્ટરીને 30 કરોડની માતબાર રકમ ફાળવી તાપી જિલ્લાને વિકાસની ધારામા લાવવાનું પ્રસંશનિય કામ કર્યું છે. એમ જણાવી મંત્રીએ આયુષ્માન ભારત કાર્ડ, કિશાન સન્માન નિધી જેવી વિવિધ યોજનાઓ અને આદિવાસીઓ માટે બજેટમાં માતબાર રકમ વર્તમાન સરકારે ફાળવી છે એમ જણાવ્યું હતું.
આ યાત્રાના માધ્યમથી દરેક પ્રકારની યોજનાઓ અંગેની જાણકારી ગામના દરેક વ્યક્તિને મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરવા તાપી જિલ્લા તંત્રની કામગીરીને સરાહના કરી હતી.
સખી મંડળની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ તથા “વસુધૈવ કુટુંબકમ” થીમ ઉપર પ્રાકૃતિક ખેતી અપનાવવા નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. મંત્રીના હસ્તે આંગણવાડી બહેનોને તાલુકા કક્ષાના માતા યશોદા એવોર્ડ એનાયત કરાયા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, ડીસીએફ પુનિત નૈયર, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખઓ, વિવિધ સમિતિઓના સદસ્યો, વિવિધ ગામના સરપંચ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર :- વિકાસ શાહ