મહિલા અને બાળવિકાસ મંત્રાલયની ન્યુટ્રિશન ટ્રેકર યોજનામાં આ વાત સામે આવી છે. 7.44 કરોડ બાળકોની આરોગ્ય તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ રાજ્યોમાં બાળકો કુપોષણનો શિકાર છે તેના લીધે તેમના વિકાસ પર માઠી અસર પડી છે.
સામાન્ય વૃદ્ધિની સરખામણીમાં 37.51% બાળકો ઠીંગણાપણાનો શિકાર બન્યાં છે, જ્યારે 17.43% બાળકો અત્યંત દુબળા હોવાનું સામે આવ્યું છે.
દેશનાં 7 રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, લક્ષદ્વીપ અને દાદર નગર હવેલીમાં 40%થી વધુ બાળકો ઠીંગણાપણાનો ભોગ બન્યાં છે. દુબળાપણું પણ શિકાર બન્યાં છે.