ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા, આઠમી જુલાઈ 1945ના રોજ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી’ ની સ્થાપના કરવામાં આવેલ હતી. પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે ડૉ.આંબેડકર 46 કોલેજોની સ્થાપના કરી હતી. જેમાં આજના સમયે. લગભગ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરે, મુંબઈ મરીન લાઈન્સ ખાતે. જેલની બેરેકમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી હતી, જે ખૂબજ સામાન્ય પ્રકારનું ભિલ્ડિંગ હતું. મુંબઈ ફોર્ટ ખાતે, જાપાનીઝ લોકોના બેબિલ્ડિંગ્સ આવેલા હતા.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાનની હાર થતાં એ જમાનાના કાયદા મુજબ આ બિલ્ડિંગ તત્કાલીન બ્રિટિશ સરકારના તાબામાં આવ્યું હતું. આ દરમ્યાન. બાબા સાહેબ સુવિધાયુક્ત બિલ્ડિંગની શોધમાં હતા, ત્યારે સિદ્ધાર્થ કોલેજ માટે આ મકાનઉપર તેમની પસંદગી ઉતરી હતી. પરંતુ આ મકાનની કિંમત ત્યારે 16 લાખ રૂપિયા હતી, જ્યારે બાબા સાહેબ પાસે રૂ.6 લાખ જ હતા.
બાબા સાહેબે, સિદ્ધાર્થ કોલેજ માટે આ બિલ્ડિંગની માંગણી તત્કાલીન વાઈસરોય માઉન્ટબેટન પાસે કરી. માઉન્ટબેટને આ માટે એડવીના માઉન્ટબેટનને મુંબઈ મોકલ્યા. એડવીના માઉન્ટબેટને સિદ્ધાર્થ કોલેજ બિલ્ડિંગની મુલાકાત લીધી અને આ મકાન સિદ્ધાર્થ કોલેજ માટે ફાળવવાભલામણ કરી. આ રીતે બાબા સાહેબે, આ બિલ્ડિંગ કે જે, હેરિટેજ પ્રોપર્ટી હતી ત્યાં કોલેજ ખસેડવા નિર્ણય કર્યો. રોડની સામસામે આવેલ બે બિલ્ડિંગનુ નામ ડો. આંબેડકરે ‘આનંદ ભવન’ તથા ‘બુદ્ધ બિલ્ડિંગ’ રાખ્યું.
પાર્લામેન્ટરી કમિટી ઓન વેલફેર ઓફ શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબના ચેરમેન તરીકે મને ત્યાં જવાની તક મળી. બાબા સાહેબ, સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં પગ મૂકતાંજ ઉચ્ચ કોટીના શૈક્ષણિક વિરાસતનો અહેસાસ થયો. તેની પવિત્રતા તેમજ ઊર્જા શ્રેષ્ઠ પ્રકારની હતી. મુલાકાત દરમિયાન અહીંની બે સમસ્યાઓ અમારી સમક્ષ આવી. એક તો પુરાતન બિલ્ડિંગ હોવાથી તેનું હેરિટેજ સ્ટેટસ જળવાઈ રહે એ રીતે સમારકામ કરવાનું હતું, જે ખારસું ખર્ચાળ છે. બીજું અહીં સવા લાખ પુસ્તકો અને હસ્તપ્રતો છે, જે સાચવવાના છે. બાબા સાહેબ ડાયરી લખતા તેની પ્રતો પણ અહીં છે. મોદી સરકાર દ્વારા એ કામગીરી માટે સ્વમાનપૂર્વક નાણા મેળવવાનો નિર્ણય કરાયો છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સહયોગથી આ સમગ્ર કામગીરી થઈ રહી છે. હવે તેમનો સહયોગ મળતા સિદ્ધાર્થ કોલેજના રિપેરિંગ અને
ગ્રંથાયલ માટે જરૂરી તમામ રકમ મળશે. દાદરમાં બાબા સાહેબની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યાં ભવ્ય સ્મારક બની રહ્યું છે. ઈન્દુમિલની કરોડોની એ જમીન પર 11 કરોડથી વધારેના ખર્ચે આસ્મારક બનશે. 100 ફૂટના પ્લેટફોર્મ (જે લગભગ તૈયાર થઈ ગયું છે) ઉપર બાબા સાહેબની 350 ફૂટ ઊંચી ભવ્ય પંચધાતુની પ્રતિમા નિર્માણ થવા જઈ રહી છે. એ સિવાય તો બીજા ઘણા બાંધકામો થઈ રહ્યા છે. મુંબઈ તથા મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતના અનુ જાતિના લોકોને જાતિ સર્ટિફિકેટ મળતા ન હતા. મહારાષ્ટ્ર અને ગુજરાત અગાઉ દ્વિભાષી મુંબઈ રાજ્ય હતી અને 1960 ગુજરાત અલગ થતાં, 1960 ના વર્ષને બેઝ વર્ષ ગણી. SC/SY સર્ટિફિકેટ જારી કરી શકાય, જેથી નોકરી તેમજ શૈક્ષિણક સંસ્થાઓમાં ગુજરાતી દલિતો એડમિશન લઈ શકે. આ ઉપરાંત મુંબઈમાં રહેતા, સફાઈ કર્મીઓને સરકારદ્વારા રહેઠાણ બનાવી આપવમાં આવશે.