તાજેતરમા જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કબૂતરના કારણે આપણા ફેફસાને ગંભીર પ્રકારની સમસ્યા હોઇ શકે છે. હકીકતમાં કબૂતર અનેક પ્રકારના બેક્ટિરિયા અને વાયરસ ધરાવે છે. જે હિસ્ટોપ્લાજ્મોસિસ જેવી બીમારી ફેલાવી શકે છે. આ ફંગલ સંક્રમણ કેટલીક વખત શ્વાસ સંબંધિત
ગંભીર સમસ્યા સર્જી શકે છે. ગયા મહિનામાં એક 53 વર્ષીય મહિલા આ બીમારીથી અસરગ્રસ્ત થઈ ગઈ હતી. જેના કારણે ફેફસાંનું પ્રત્યાર્પણ કરવાની ફરજ પડી હતી. કબુતરની સાથે વધુ સંપર્કમાં આવવાના કારણે મહિલાને ન્યુમોનિટિસ (ફેફસામાં સોઝા)ની સમસ્યા થઈ ગઈ હતી. આ ઉપરાંત કબુતરના બીટથી ગેસ્ટ્રોઇંન્ટેસ્ટાઇલ સંક્રમણનો પણ ખતરો હોવાનું સામે આવ્યું હતું.