સિંધી ભાષાનો વ્યાપ વધે અને વધુમાં વધુ લોકો સિંધી ભાષાથી પરિચિત થાય તે માટે કપડવંજ સિંધી સમાજએ પ્રયાસો આદર્યા છે.
કપડવંજ સિંઘ હિન્દુ પંચાયત સિંધી સેવા સમાજ ટ્રસ્ટ, જી.એ.સિંધ સેવા મહિલા ગ્રુપ રાષ્ટ્રીય સિંધી ભાષા પરિષદ ભારત નેશનલ કાઉન્સિંગ ફોર પ્રમોટેડ ઓફ સિંધી લેંગ્વેજ NCPSL મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શિક્ષણ મંત્રાલય ભારત સરકાર રાષ્ટ્રીય સિંધી ભાષા પરિષદ સિંધી ભાષાને વધારવા અને સિંધી બોલી અમર રહે તેવા પ્રયાસ સાથે સમાજના દરેક સભ્ય સિંધી ભાષામાં વાત કરે નહીં તો આવનાર પેઢી માટે સિંધી ભાષા લુપ્ત થઈ જશે. રાષ્ટ્રીય સિંધી ભાષા પરિષદ આ બાબતે ગંભીર વિચારીને સિંધી ભાષા વિશે મહેનત કરી રહી છે. કપડવંજમાં પણ એન.સી. પી.એસ.એલ.ના ક્લાસ પણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં પહેલા વર્ષે 25 સ્ટુડન્ટ્સ, બીજા વર્ષે 35 સ્ટુડન્ટ્સ અને આ વર્ષે 45 સ્ટુડન્ટ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વર્ષે 7 જાન્યુઆરીના રોજ શારદા મંદિરમાં પરીક્ષા રાખવામાં આવેલ હતી. જેમાં 29 વિદ્યાર્થીઓએ 15 વરસથી 60 વર્ષના ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો.અને સિંધી સમાજ સિંધી ભાષા વિશે આગળ આવે તેવા પ્રયાસો રાષ્ટ્રીય સિંધી ભાષા પરિષદ કરી રહ્યું છે.ત્યારે એનસીપીએસએલ સિંધી ભાષા લુપ્ત થઈ રહી છે. ત્યારે ભારતભરમાં પ્રચાર કરી સફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે સમાજમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. સિંધી ભાષા શીખવા માટે ઉંમર વર્ષની કોઈ મર્યાદા નથી.
સિંધ હિન્દુ પંચાયત કપડવંજના પ્રવક્તા મનોજકુમાર પમનાની રાજેશ વાળાએ જણાવ્યું હતું. સિંધી બોલી અસાજી બોલી સિંધી ભાષા અમર રહે તે માટે કપડવંજ સિંધી સમાજ હંમેશા પ્રયત્નશીલ રહેશે.