10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ખાતે ‘ઈલેક્ટ્રિક મોબિલિટી – ધ ફ્યુચર’ પર સેમિનારને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
📍 𝓖𝓪𝓷𝓭𝓱𝓲𝓷𝓪𝓰𝓪𝓻 | Addressing Seminar on ‘Electric Mobility – The Future’ at the 10th #VibrantGujaratGlobalSummit. https://t.co/W6fktMASAU
— Nitin Gadkari (@nitin_gadkari) January 11, 2024
એમને કહ્યું કે, ‘ઈ-વ્હિકલ માટે ઉદ્યોગપતિઓને હું કહેતો હતો કે રોકાણ કરો ત્યારે જે લોકોએ મારી વાત માની તેઓ નફો કરી રહ્યા છે. અત્યારે તેનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે અને ઇ-વ્હીકલ માટે માટે વેઈટિંગ ચાલે છે. ટૂ વ્હીલરમાં સ્ટાર્ટ અપ શરૂ થઈ ગયા છે અને વિદેશ નિકાસ થાય છે. અત્યારે આ ઇન્ડસ્ટ્રી 12.5 લાખ કરોડની છે અને ચાર લાખ કરોડની તો નિકાસ થાય છે. સાથે જ 4 કરોડ રોજગારી ઉભી કરી છે. ઈ-વ્હિકલમાં હવે 25 લાખ કરોડનો ટાર્ગેટ છે અને વિશ્વમાં પ્રથમ આવવાનું અમારું લક્ષ્ય છે.’