મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર (MHRC) માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. હવે બુલેટ ટ્રેનમાં ઉપયોગમાં લેવાતા એન્જિનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ભારતમાં બુલેટ ટ્રેનમાં જાપાનની શિનકાનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શિનકાનસેન એ જાપાનની સુપરફાસ્ટ ટ્રેનો છે, જે 300 કિમી/કલાકની ઝડપે દોડે છે.
બુલેટ ટ્રેનના એન્જિનમાં અનેક સેફ્ટી ફીચર્સ લગાવવામાં આવશે. ટ્રેનની સ્પીડ સહિતની તમામ નાની વિગતો તેના કન્સોલમાં રેકોર્ડ કરવામાં આવશે. તેની મહત્તમ સ્પીડ 320 કિમી પ્રતિ કલાક હશે. જો ટ્રેન ડ્રાઈવર ભૂલ કરે તો પણ મુસાફરોના જીવને જોખમ કે કોઈ પણ પ્રકારનો ખતરો નહીં રહે. જો દરવાજા બંધ નહીં થાય તો ટ્રેન ચલી શકશે જ નહી. આ સિવાય ટ્રેનની અંદર ઘણી સુવિધાઓ આપવામાં આવી છે, જેથી ડ્રાઇવર સહિત મુસાફરો સુરક્ષિત રહી શકશે અને ટ્રેનની સ્પીડ પણ ઓટોમેટિક નિયંત્રિત થઈ શકે.
બુલેટ ટ્રેન એક ઓટો પ્રોગ્રામવાળી ટ્રેન છે, જે તેની ઈન્ટેલિજેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે કામ કરે છે. આવી સ્થિતિમાં, જો ડ્રાઇવર નિર્ધારિત મર્યાદાથી વધુ ટ્રેનની ગતિ વધારશે તો પણ તે વધશે નહીં. ઉપરાંત, અહીં એક માઈક લગાવવામાં આવ્યું છે, જે રીતે પાયલોટ ફ્લાઇટમાં મુસાફરો સાથે વાત કરી શકે છે, તેવી જ રીતે આમાં પણ વાત કરી શકે છે.
NHSRCL એ એક રિલીઝમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટેના તમામ કોન્ટ્રાક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રને આપવામાં આવ્યા હતા જ્યારે 120.4 કિમીના ગાર્ડર નાખવામાં આવ્યા છે અને 271 કિમીના થાંભલા લગાવવામાં આવ્યા છે.