કપડવંજ નિરમાલીને જોડતો બેટાવાડા પાસેનો માયનોર બ્રિજનો ક્ષતિગ્રસ્ત જણાતા તાત્કાલિક ધોરણે ટ્રાફિકની અવરજવર બંધ કરવામાં આવી છે..
આ અંગે કપડવંજ સ્ટેટ પીડબ્લ્યુડીના નાયબ કાર્યપાલક ઈજનેર જીગર કડિયાએ ને જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર દિવસથી બ્રિજની નીચે સફાઈનું કામ ચાલતું હતું જે દરમિયાન બ્રિજના પાયામાં વરસાદી પાણીનો નિકાલ કરતા પાણીના દબાણથી બ્રીજના પાયામાં ધોવાણ થયેલ જોવા મળ્યું હતું.આ સંજોગોમાં બ્રિજ પર ટ્રાફિકની અવરજવરના કારણે નુકસાનની ભીતિ હતી. જેથી સાવચેતીના ભાગરૂપે આ બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ માટે આવતીકાલે એક્સપર્ટ બ્રિજનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ તેનું યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવશે. હાલ આ રોડ પરથી પસાર થતા ટ્રાફિકને ડાયવઝૅન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.