કપડવંજ તાલુકાના કોસમ ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર સેડ કોમ્પોનન્ટ, પ્રોડક્શન સિસ્ટમ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ હેઠળ લાભાર્થીઓને ચાપ કટર કીટનું વિતરણ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલા તથા મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રસંગે ધારાસભ્ય રાજેશ ઝાલાએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ હેઠળ આતરસુંબા, કોસમ, વાધાવત, નિકોલ, પુનાદરા, વાધજીપુર, ફુલજીના મુવાડા, બોભા અને તેલનાર સહિતના ગામોમાં સરકારશ્રી દ્વારા વોટરસેડ યોજના હેઠળ અંદાજે છ કરોડથી વધુના કામો મંજુર કરી કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ વિસ્તારના તમામ બાકી વિકાસકામો સત્વરે પૂર્ણ કરવાની અને સતત પ્રજાજનોની વચ્ચે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, આગમી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત જંગી બહુમતિથી વિજયી બનાવવા ઉપસ્થિત લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પણ પ્રસંગોચિત ઉદ્દબોધનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણ કારી યોજનાઓની માહિતી આપી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાંથી રહેલ સર્વાંગી વિકાસની વિસ્તૃત રૂપરેખા રજુ કરી આગામી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ મોદીના નેતૃત્વમાં સહયોગ કરવા સર્વેને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મંત્રી ધૂળસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી, ખેડા જિલ્લા કિસાન મોર્ચાના પ્રમુખ ચિમનભાઈ પટેલ, જિલ્લા બક્ષીપંચ મોર્ચાના કોષાધ્યક્ષ રાજેશ શર્મા આતરસુંબા, પૂર્વ પ્રમુખ મુળરાજસિંહ સોલંકી, એપીએમસી પૂર્વ ચેરમેન નિલેશ પટેલ, સરપંચ એસોશિયેશન પ્રમુખ રૂપસિંહ પરમાર, કોસમ સરપંચ કિશનસિંહ ઝાલા, ધોળાકુવા સરપંચ રણજીતસિંહ ઝાલા, પુનાદરા સરપંચ પી.ડી.ઝાલા, નિકોલ સરપંચ કાળાજી પરમાર, કઠલાલ તાલુકા ભાજપ મહામંત્રી અલ્પેશસિંહ ઝાલા, રશ્મિનભાઈ શાહ, પૂર્વ તાલુકા પ્રમુખ એમ.ટી. ઝાલા, પી.ટી. ઝાલા, જયદીપસિંહ ઝાલા, કોસમ ઉપ સરપંચ મનુસિંહ સોલંકી તેમજ અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો, લાભાર્થીઓ તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એમ.ટી. ઝાલાએ કર્યું હતું.
રીપોટૅર-સુરેશ પારેખ(કપડવંજ)