ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખેડા જિલ્લાના અધિકારીઓ અને પદાઘિકારીઓ સાથે સંકલન કરીને જનસુખાકારી કામોને ઝડપથી સમય મર્યાદામાં વિકાસના કામો પૂર્ણ કરવા જિલ્લા કક્ષાની યોજાયેલ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષીકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
સરકારી કચેરીએ આવતાં અરજદારોના કામોનો ઝડપી થાય ખૂબ જરૂરી છે, તેવું કહી જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે સરકારી કચેરીમાં નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. આવા અરજદારોને કોઇપણ પ્રકારની મુઝંવણ ન થાય તેઓને કોઇપણ કામ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવાય તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોલીસ વિભાગ, આઇ.સી. ડી.એસ.વિભાગ, ખેતીવાડી વિભાગ, શિક્ષણ વિભાગ, બાગાયત વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જળસંપત્તિ સંલગ્ન કામો,નગરપાલિકા, વાસ્મો, અંતર્ગત થયેલા કામોનું પ્રેઝેન્ટેશન અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝેન્ટેશન જોઇને મંત્રીશ્રી દ્વારા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. સાથોસાથ આ બેઠક્માં ધારાસભ્યઓ અને સંસદ સભ્યો ના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ સાંસદ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય, કપડવંજના ધારાસભ્ય, મહુધાના ધારાસભ્ય, માતરના ધારાસભ્ય, ઠાસરાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.