પોષી પુનમે આજે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગુજરાતના ખુણે ખુણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, વહેલી સવારથી જ મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકત્ર થયા હતા અને બોરાની ઉછામણી કરીને પોતાની માનતા પુરી કરી હતી.
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, આ દિવસનું અનેરૂ મહત્વ છે. જે બાળકો બોલતા ના હોય તેવા બાળકો બોલતા થાય તેવી આસ્થા સાથે બોરની ઉછામણી કરવામાં આવે છે. આ પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે બોરાની ઉછામણી કરવામાં આવેલ. આ વખતે સંતરામ મંદિર ‘જય મહારાજ’ના જય ઘોષ સાથે ગુંજી ઊઠ્યું.
પોષી પુનમનો નડિઆદ સંતરામ મંદિરમાં આગવો મહિમા છે, આ પુનમે હજારો ભક્તો પોતાના નાના બાળકો બોલતા થાય કે તોતડાપણું દુર થાય તેવી માનતા માને છે અને મોટાભાગની આ માનતા ફળે છે જેને લઈને બોરા ઉછાળીને પોતાની માનતા પુરી કરતા હોય છે. આજે સવારથી જ ગુજરાતના ખુણે ખુણેથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, તેમણે પ્રથમ દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરીને ગાદિપતિ મહારાજના આશીર્વાદ મેળવી મંદિરના પરિસરમાં બોરો ઉછાળ્યા હતા, જેને ઝીલવા માટે હજારો ભક્તો એકત્ર થયા હતા, આ પૂર્વે ગઈકાલથી બપોર બાદ નડીઆદના સંતરામ મંદિરની આસપાસ બોરો વેચવાવાળાની લારીઓ અને પાથરણા ગોઠવાઈ જવા પામ્યા હતા, એક અંદાજ મુજબ હજારો મણ બોરાની ઉછમણી કરવામાં આવી.