Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

તલગાજરડામાં શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિ સાથે રાજ્યના શિક્ષકોને ‘ચિત્રકૂટ સન્માન’ અર્પણ

તલગાજરડામાં શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિ સાથે રાજ્યના શિક્ષકોને ‘ચિત્રકૂટ સન્માન’ અર્પણ

રાજ્યના પસંદ થયેલા પાંત્રીસ શિક્ષકોને ‘ચિત્રકૂટ સન્માન’ અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ સાંપ્રત શિક્ષણ પ્રણાલી અને પાઠ્યક્રમ શીખવવા સાથે જ માનવ શરીર પણ પંચ તત્વ વિષય સાથેનું પાઠ્ય પુસ્તક છે, તે પણ ભણાવવા શિક્ષકોને અનુરોધ કર્યો અને આ પાંચ એટલે પૃથ્વી જેમાંથી ધીરજ, સહન અને ધારણ, જળ જેમાંથી બિનજરૂરી નિકાલ, સંવેદના આંસુ અને પરસેવો, આકાશ જેમાંથી વિશાળ, નિખાલસ અને અસંગ, વાયુ જેમાંથી મંદ, સુગંધ અને શીતળ તથા અગ્નિ જેમાંથી પવિત્ર, અનાવશ્યક બાળવું અને વસ્તુ પકાવવાનાં ગુણ વિદ્યાર્થીઓને શીખવવા ભાર મૂક્યો. વિદ્યા મંડળના ચાર સ્તંભો સરકાર, વાલી, શિક્ષક અને વિદ્યાર્થી પૈકી શિક્ષણ વધુ મજબૂત સ્તંભ બની રહે છે તેમ જણાવ્યું.

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ પ્રસંગે ભગવત ગીતા અને શાસ્ત્રોનો ઉલ્લેખ કરીને સરકાર દ્વારા અભ્યાસમાં દાખલ કરાયાની વાત કરી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં સૌની સંવેદનાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ તો સ્વાભાવિક હોય છે પરંતુ તેમાં ઉમેરાતી સંવેદના મહત્વની બાબત છે, જે અહીંયા થઈ રહ્યું છે. તેઓએ શિક્ષકોના સન્માન પ્રસંગે સૌને બિરદાવી ‘પરા’ અને ‘અપરા’ વિદ્યા અંગે પણ સભાનતા અને સજાગતા માટે જણાવ્યું.

અહીંયા સિતારામબાપુ એ વિજ્ઞાન અને અધ્યાત્મની વાત કરીને તે માટે શિક્ષકની ભૂમિકા જણાવી કહ્યું કે, શિક્ષક એ આજીવન શિક્ષક હોય છે.

તલગાજરડામાં જૂની શાળાને સ્મારક તરીકે લોકાર્પણ સાથે ચિત્રકૂટધામ દ્વારા નિર્માણ થયેલ કન્યાશાળાનું લોકાર્પણ તેમજ પ્રાથમિક શાળાના આધુનિક અને ભવ્ય સંકુલ માટેનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મંત્રી સતીષ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે સન્માનિત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ સાથે શિક્ષક સંઘ હોદ્દેદારો અને ગામના અગ્રણીઓ જોડાયા હતા.

પ્રારંભે મનુભાઈ શિયાળે સૌનું સ્વાગત કરેલ અને આભાર વિધિ જગદીશભાઈ કાતરિયાએ કરી હતી. સંચાલનમાં ભરતભાઈ પંડ્યા રહ્યા હતા.

 

રિપોર્ટર – મૂકેશ પંડિત (ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.