ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિશ્વાસ મત જીત્યો છે. સરકારના સમર્થનમાં 47 વોટ પડ્યા હતા. જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા. આ સાથે વિધાનસભાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him
29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak
— ANI (@ANI) February 5, 2024
ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન મહાગઠબંધનના પક્ષમાં 47 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા.
- વિપક્ષના નેતા અમર બૌરીએ કહ્યું કે ચંપઈને આજે મજબૂરીમાં મોકો મળ્યો છે. હેમંત સોરેન આદિવાસી નેતા બની શકે છે, પરંતુ આદિવાસીઓના લીડર બિલકુલ નથી. તેમને પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ નથી.
- હેમંત સોરેને કહ્યું કે મને 50 એકર જમીનના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. જો સાબિત કરી બતાવે તો હું રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ. તમે કંઈપણ કરી લો, હું શિર નમાવીને ચાલતા નથી શીખ્યો. હું આંસુ નહીં સારુ. હું તેમને સમય માટે બચાવીશ. તેઓ નથી ઈચ્છતા કે આદિવાસીઓ આગળ વધે. મારી પ્લેનની મુસાફરીથી, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવાથી, BMW કાર ચલાવવાથી અને સત્તામાં આવવાથી તેમને મુશ્કેલી થાય છે.
- ઝારખંડના પૂર્વ સીએમએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે આ લોકો આદિવાસી દલિતોને નફરત કરે છે. તેઓ જંગલમાં હતા, તેઓએ જંગલમાં જ રહેવું જોઈએ. તેઓ અમને અછૂત તરીકે જુએ છે. પરંતુ અમે હાર નથી માની.
- હેમંત સોરેને કહ્યું કે યોજનાબદ્ધ રીતે આખી સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી. ધીમી આંચ પર પકવાનને પકાવવામાં આવી રહ્યો હતો. યેન કેન પ્રકારે તેમણે મારી ધરપકડ કરી લીધી. દેશની લોકશાહીમાં 31મીની રાત દેશની એક કાળા અધ્યાય તરીકે જોડાઈ ગઈ છે. દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ. આ ઘટનામાં રાજભવન પણ સામેલ છે.
- મુખ્યમંત્રી ચંપાઈ સોરેને વિધાનસભામાં કહ્યું કે હું ગર્વથી કહું છું કે હું હેમંત સોરેનનો પાર્ટ-2 છું.
- ચંપાઈ સોરેને તેમની સરકાર માટે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ દરમિયાન તેમણે ‘હેમંત બાબુ છે તો હિંમત છે’ ના નારા પણ લગાવ્યા
- રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનના સંબોધન દરમિયાન સત્તાધારી પક્ષના તમામ ધારાસભ્યો ઉભા થઈને વિરોધ કરી રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષને બાદ કરતાં, શાસક પક્ષના 47 ધારાસભ્યો ગૃહમાં હાજર રહ્યા, જેમાં 1 મનોનિત સદસ્ય છે.
- રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનના અભિભાષણ દરમિયાન શાસક પક્ષના ધારાસભ્યો હુંટિંગ (હુરિયો બોલાવતા) કરતા જોવા મળ્યા હતા. ગૃહની અંદર ‘હાય હાય કેન્દ્ર સરકારના’ના નારા લગાવવામાં આવ્યા.
- રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણએ સંબોધનની શરૂઆત કરી હતી.
- હેમંત સોરેન શાસક પક્ષની બેઠક વ્યવસ્થામાં હેમંત સોરેન પ્રથમ હરોળમાં બેઠા. ભાજપના ધારાસભ્યો ગૃહની અંદર હેમંત સોરેન મુર્દાબાદના નારા લગાવતા જોવા મળ્યા
- ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેન હાજર માટે નારા લાગ્યા. સત્તાપક્ષે આ દરમિયાન ગૃહની અંદર હેમંત સોરેન ઝિંદાબાદના નારા લગાવ્યા.
વિશ્વાસ મત જીતતા પહેલા, JMMના જનરલ સેક્રેટરી સુપ્રિયો ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે તેમની પાસે 47 કરતા ઓછા ધારાસભ્યો નથી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે ચંપાઈ સોરેનને વિશ્વાસ મત સાબિત કરવા માટે બહુ ઓછો સમય આપવામાં આવ્યો. 5મી તારીખ આપવામાં આવી જ્યારે નીતિશ કુમારને 12મી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહ દેવે દાવો કર્યો હતો કે વિશ્વાસ મત પ્રસ્તાવનું પરિણામ ગમે તે હોય, ઝારખંડ હારી ગયું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે ઝારખંડને અપમાનિત કરવામાં આવ્યુ. ઝારખંડના વિપક્ષના નેતા અમર કુમારી બૌરીએ પણ હેમંત સોરેનની આગેવાની હેઠળની અગાઉની રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેણે વચનો પૂરા કરવાને બદલે ભ્રષ્ટાચારને પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે ચંપાઈ સોરેન જે વચનો માટે ચૂંટાયા છે તે પૂરા કરશે. જેએમએમ અને કોંગ્રેસના ધારાસભ્યો હજુ પણ કસ્ટડીમાં છે. આજે વિધાનસભામાં અમે જાણવા માંગીએ છીએ કે ધારાસભ્યોનો અંતરાત્મા શું કહેશે?
ધારાસભ્યોને લઈ જવાયા હતા હૈદરાબાદ
ગયા સપ્તાહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સોરેનની ધરપકડ કરી હતી, ત્યારબાદ ચંપઈ સોરેન નવા મુખ્યમંત્રી બન્યા છે. હોર્સ-ટ્રેડિંગના ડરથી, JMMના ધારાસભ્યોને હૈદારબાદના એક રિસોર્ટમાં લઈ જવાયા હતા. જ્યાંથી રવિવારે સાંજે તેઓને રાંચી પરત લવાયા હતા.